જામનગર મોર્નિંગ - પોરબંદર : આગામી ૩૧-ડિસેમ્બર ના રોજ નવા વર્ષની ઉજવણી સબબ પોરબંદર જીલ્લામાં દારૂ ની હેરફેર રોકી દારૂ ની બદી નેસ્તનાબુદ કરવા જુનાગઢ રેન્જ વિભાગ ના પોલીસ મહાનિદેશક શ્રી સુભાષ ત્રિવેદીની સુચના આધારે પોરબંદર પોલીસ અધિક્ષક‌‌‌ ડૅા.પાર્થરાજસિંહ ગોહિલ  એ ખાસ ઝુંબેશનું આયોજન કરેલ હોય જે અનુસંધાને ઇન્ચાર્જ LCB PI એચ.એન.ચુડાસમા તથા એલ.સી.બી. સ્ટાફ દ્વારા એલ.સી.બી. ના પોલીસ કોન્સ. મસરીભાઇ ભુતિયા ને મળેલ ચોકક્સ હકીકત આધારે શ્રીનગર ગંગાસાગર ડેમ નજીક બાવળની કાંટમાં ઇગ્લીશ દારૂની હેરાફેરી કરતા આરોપી (૧) સરમણ ઉર્ફે ભરત વેજાભાઇ કટારા, રબારી ઉ.વ.૨૪, રહે.મુળ સાજણાવાળા નેસ, તા.રાણાવાવ હાલ જામનગર શંકરટેકરી, ફેસ-૨ પાસે, (ર) લખમણ ઉર્ફે સુકો સેજાભાઇ કોડીયાતર રબારી, ઉ.વ.૪૦, રહે.શ્રીનગર ગામ, રબારીકેડા તા.જી.પોરબંદર, (૩) કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર ઉ.વ.૧૭, રહે.શ્રીનગર ગામ, રબારીકેડા તા.જી.પોરબંદર વાળા ઓને ઇન્ડીયન મેઇડ ફોરેન લીકર (ઇગ્લીર દારૂ) ભરેલ પેટીઓ નંગ-૫૪૨ તથા બાચકા નંગ-૨ જેમાં કુલ દારૂ ની બોટલો નંગ-૨૬,૨૧૬ જેની કિ.રૂ.૨૬,૨૧,૬૦૦/- તથા ટાટા આર્યા કાર-૧ કિ.રૂ.૫,૦૦,૦૦૦/- તથા હોન્ડા મોટરસાયકલ-૧ કિ.રૂ.૨૫,૦૦૦/- તથા મોબાઇલ ફોન નંગ-૩ કિ.રૂ.૧૧,૦૦૦/- મળી કુલ રૂ.૩૧,૫૭,૬૦૦/- ના મુલામાલ સાથે દારૂ ની હેરાફેર કરતા ઉપરોક્ત ત્રણેય આરોપીઓને પકડી પાડી આ દારૂ બાબતે પુછતા આરોપી સરમણ ઉર્ફે ભરત વેજાભાઇ કટારા એ જણાવેલ કે આ દારૂ પોતે તથા નહી પકડાયેલ આરોપી (૪) બાબુ પોલાભાઇ રહે.જસાપર તથા કલાણપર, (૫) રાજુ સાંગાભાઇ ઘેલીયા રહે.તરસાઇ તા.જામજોઘપુર, (૬) મેરા બાવાભાઇ રબારી, રહે.ગંડીયાવાળા નેસ તા.રાણાવાવ જી.પોરબંદર વાળા ઓએ મળી આરોપી નં. (૭) કારા રાણાભાઇ રબારી, રહે.ધોરાજી વાળા પાસે થી મંગાવતા તેનો ડ્રાઇવર એક મોટા ટ્રકમાં આ તમામ દારૂ ભરી આપી ગયેલા નું જણાવાતા તમામ આરોપી વિરૂધ્ધ બગવદર પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબિશન એક્ટ મુજબ ગુન્હો નોંધાવેલ છે.

આ તમામ કામગીરીમાં એલ.સી.બી. સ્ટાફના જગમાલભાઇ વરૂ, અમિતભાઇ અગ્રાવત, લખમણભાઇ કારાવદરા, રવિન્દ્રભાઇ ચાઉ, વિજયરાજસિંહ જાડેજા, સમીરભાઇ જુણેજા, વિપુલ બોરીચા, મસરીભાઇ ભુતિયા, હોથીભાઇ  મોઢવાડીયા,  ઉપેન્દ્રસિંહ જાડેજા, લીલાભાઇ દાસા, ગીરીશભાઇ વાજા વિગેરે સ્ટાફે ભારે જહેમત ઉઠાવેલ હતી.