જામનગર મોર્નિંગ - દ્વારકા : કલ્યાણપુરના રાવલ ગામના યુવાનનુ ટાવર ઉપર કામ કરતી વેળાએ નીચે પટકાતા અને નંદાણાના યુવાનનુ ચક્કર આવવાથી મોત નિપજતા અરેરાટી ફેલાઈ જવા પામી છે. પોલીસે આ બંનેબનાવ અંગે તપાસ આરંભી હતી.
મળતી વિગત મુજબ કલ્યાણપુરના રાવલ ગામે રહેતો શેરખાન વાહિદખાન પઠાણ નામનો 27 વર્ષનો યુવાન જીઓ કંપનીના ટાવર ઉપર ચડી કામ કરતો હોય દરમિયાન એકાએક પગ લપસતા અને બેલેન્સ ગુમાવતા નીચે પટકાયો હતો આથી જામનગરની જી.જી. હોસ્પિટલમાં તેનું ગંભીર ઇજાના કારણે મોત નિપજતા પરિવારમાં માતમ છવાઈ ગયો છે. બીજી તરફ આ બનાવ અંગે રહીમખાન વાહિદખાન પઠાણે સ્થાનિક પોલીસમાં જાણ કરતા એએસઆઇ ડી.એલ.નકુમ આગળની તપાસ ચલાવી રહ્યા છે.
જયારે કલ્યાણપુરના નંદાણા ગામે રહેતા હેમતભાઈ રાણાભાઇ નકુમ નામના 20 વર્ષના યુવાનનું ઘરે ચક્કર આવતા હોસ્પિટલ ખાતે સારવાર દરમિયાન મૃત્યુ નિપજતા પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો છે. આ બનાવ અંગે ભાટિયા સ્થાનિક પોલીસના પીએસઆઇ કે.એન. ઠાકરીયા વધુ તપાસ ચલાવી રહ્યા છે.
0 Comments
Post a Comment