વૃધ્ધા પર પિતા-પુત્ર દ્વારા હુમલો કરવા સબબ ફરિયાદ 
જામનગર મોર્નિંગ - જામનગર. જામનગરના વંડાફળી વિસ્તારમાં શૌચાલયની સાફ-સફાઈ પ્રશ્ને ભાડુઆતો બાખડી પડ્યા હતા જેમાં વૃધ્ધા ઉપર પિતા પુત્રએ હુમલો કરી નાની-મોટી ઇજા પહોંચાડવા સબબ ફરિયાદ નોંધાવતા સીટી એ પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. 
મળતી વિગત મુજબ જામનગરના પંચેશ્વર ટાવર વિસ્તારમાં આવેલ વંડાફળી ખાતે રહેતા મુક્તાબેન ગોરધનભાઈ નકુમ નામના 66 વર્ષના વૃધ્ધા અને વિરેન્દ્રભાઈ દવે વિગેરે બંને એક જ ફળીયામાં ભાડાના મકાનમાં રહેતા હોય અને શૌચાલયની સાફ-સફાઈના મુદ્દે ઝગડો થતા મુકતાબેનને વિરેન્દ્રભાઈ દવે, કાર્તિક વિરેન્દ્રભાઈ દવે નામના પિતા પુત્રએ ગાળો કાઢી ફડાકા મારી અને લાકડાના ધોકા વડે હુમલો કરી કપાળના તથા વાંસાના ભાગે મુંઢ ઈજાઓ 
પહોંચાડતા મુકતાબેનની ફરિયાદ પરથી પીતા-પુત્ર સામે સીટી એ પોલીસે ફરિયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.