જામનગર મોર્નિંગ - દ્વારકા. ઓખાની મુખ્ય બજારમાંથી મિલ્કત વિરુધ્ધનો ગુન્હો કરવાના ઇરાદે નીકળતા શખ્સને પોલીસે ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી આરંભી હતી.  
મળતી વિગત મુજબ ઓખાની મુખ્ય બજારમાં નગરપાલિકા સામે મોડી રાત્રીના અંધારામાં લપાતો-છુપાતો અને દુકાનના તાળા ફંફોળતો શબીર જુસબભાઇ મકોડા નામનો ઓખાનો શખ્સ મળી આવતા તેની સામે ઓખા મરીન પોલીસે જીપીએકટ કલમ 122 સી મુજબ કાર્યવાહી હાથ ધરી હતી.