જામનગર મોર્નિંગ - જામનગર : જામનગર-રાજકોટ ધોરી માર્ગ ધ્રોલ નજીક વાગુદડ ગામના પાટીયા પાસે કાર અને બાઈક વચ્ચેના અકસ્માતમાં બાઈક સવાર બે વ્યક્તિને નાની મોટી ઇજા થઇ છે. પોલીસે ફરાર થઇ ગયેલા કાર ચાલકની શોધખોળ હાથ ધરી છે.
મળતી વિગત મુજબ જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના રોજીયા ગામમાં રહેતા મશરૂભાઈ લીંબાભાઈ બાંભવા નામના 55 વર્ષના ભરવાડ પ્રૌઢ પોતાના મિત્ર દશરથસિંહ બટુકભા જાડેજાના જીજે 10 બીબી 8510 નંબરના બાઈક ઉપર પાછળ બેસીને ધ્રોલ હાઇવે રોડ પરથી પસાર થઇ રહ્યા હતા જે દરમ્યાન પુરપાટ વેગે આવી રહેલી જીજે 3 ઈઆર 9102 નંબરની સ્વીફ્ટ કારણ ચાલકે બાઇકને ટક્કર મારીને ભાગી છુટતા બાઈક સવાર મશરૂભાઇ તેમજ મિત્ર દશરથસિંહને નાની મોટી ઇજા થઇ હતી. કાર ચાલક ભાગી છૂટ્યા હોવાથી ધ્રોલ પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે.