જામનગર મોર્નિંગ - જામનગર. જામનગર શહેર-જિલ્લામાં ઠંડીએ શુક્રવારે સાંજથી ફરીથી માથું ઉચક્યું હતું. છેલ્લા બે દિવસમાં મહદઅંશે રાહતબાદ સાંજથી વાતાવરણ પલટ્યું હતું અને ઠંડીનો ચમકારો જોવા મળ્યો હતો. જેથી રાત્રીના 9 વાગ્યા બાદ શહેરના મોટાભાગના રોડ પર લોકોની અવર-જ્વર ઓછી જોવા મળી હતી.
શહેર-જિલામાં શનિવારે લઘુતમ તાપમાન 11 ડિગ્રી અને મહત્તમ તાપમાન 28 ડિગ્રી નોંધાયું હતું. સાથે સાથે ભેજનું પ્રમાણ 78 ટકા તથા પવનની ગતિ પ્રતિ કલાક 3.9 કિમિ નોંધાઈ હતી જેથી ભેજનું પ્રમાણ વધવા પામેલ અને પવનની ગતિ મંદ રહી હતી જો કે સરેરાશ હાલતમાં 1 ડિગ્રી તાપમાન વધુ ઓછું અનુભવાય રહ્યું છે પરંતુ ઠંડીની અસર જનજીવનને પ્રભાવિત કરી રહી છે.
0 Comments
Post a Comment