તસ્વીર : સુનિલ ચુડાસમા 
જામનગર મોર્નિંગ - જામનગર.સમગ્ર ગુજરાત રાજ્યમાં ગઇકાલે લોકરક્ષક દળની પરીક્ષા યોજાઇ રહી છે, જેમાં હાલારના અંદાજીત 33 હજાર ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. જામનગર જિલ્લાના 75 અને દ્વારકા જિલ્લાના 31 કેન્દ્રો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ પરીક્ષા લેવામાં આવી હતી, પરીક્ષા દરમ્યાન સમગ્ર પ્રક્રિયા પર વિડીયોગ્રાફી હાથ ધરવામાં આવી હતી, જામનગર જિલ્લાના 25500 અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના 3252 ઉમેદવારોએ આ લોકરક્ષક દળની પરીક્ષા આપી હતી, જામનગર જિલ્લા પોલીસ વડા, જિલ્લા કલેક્ટર તથા શિક્ષણ વિભાગ સહિત સરકારી તંત્રના જુદા જુદા વિભાગો દ્વારા પરીક્ષાના સ્થળોએ ચૂસ્ત બંદોબસ્ત સાથે ચાપતી નજર રાખવામાં આવી હતી અને આ સિવાય જામનગર તથા દેવભૂમિ દ્વારકા જિલ્લાના પરીક્ષાર્થીઓ માટે અંદાજિત 146 બસની પરીક્ષા સ્થળે પહોંચાડવા વિના મૂલ્યે સુવિધા પાર પાડવામાં આવી હતી, અને આ પરીક્ષા શાંતિપૂર્ણ માહોલ વચ્ચે પૂર્ણ થવા પામી હતી.