સાંસદ પૂનમ માડમ |
જામનગર મોર્નિંગ - જામનગર
જામનગર-દેવભૂમિ દ્વારકા જિલ્લાના સાંસદસભ્ય પૂનમબેન માડમની જહેમતથી ઈન્ટરસિટી ટ્રેનને જામવણથલી સ્ટોપ મળ્યું છે અને તા. ૨૭-૦૧-૧૯ને રવિવારે સંસદસભ્ય પૂનમબેન માડમ આ ટ્રેનના સ્ટોપને રાત્રે આવકારશે જે અંગે રાત્રિના ૧૦ કલાકે જામવણથલી રેલવે સ્ટેશન પર કાર્યક્રમ યોજાયો છે.
જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં રેલવે સહિતની જરૃરી સુવિધાઓ નાગરિકોને મળી રહે તે માટે સાંસદ પૂનમબેન માડમ સતત પ્રયત્નશીલ રહ્યા છે ને નવી ટ્રેનો મંજુર કરાવવી, ટ્રેનના સ્ટોપ વધારવા, રેલવે સ્ટેશને સુવિધા વધારવી, ડબલ ટ્રેક મંજુર કરાવવા તે સહિતના અનેક કામો લોકસુવિધા માટે મંજુર કરાવ્યા છે. એકંદરે જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના છેવાડાના લોકો સુધી રેલવે કનેક્ટીવીટી મળે તે માટે સતત પ્રયત્નશીલ રહ્યા છે. તેમના આયોજન અને જહેમતથી બંને જિલ્લાના અનેક નાના સ્ટેશનોને લાંબા અંતરની મહત્ત્વની ટ્રેનના સ્ટોપ મળતા રહ્યા છે તથા ટ્રેન સુવિધાઓ વધતી રહી છે.
જામનગર તાલુકાના જામવણથલી રેલવે સ્ટેશનને લગત જામવણથલી તથા આજુબાજુના ૨૦ જેટલા ગામોના લોકો સુરત સાથે વ્યાપાર કામ ધંધાર્થે સંકળાયેલા છે તેઓને જામવણથલી સ્ટેશને ઈન્ટરસિટી ટ્રેનને સ્ટોપેજ અપાવવા તથા રાજકોટ-સુરત-મુંબઈ જવા માટે ટ્રેનની સુવિધા માટે ગ્રામ્ય આગેવાનો, પ્રજાના પ્રતિનિધિઓ દ્વારા રજુઆત થતા સાંસદ પૂનમબેને રેલવે મંત્રીને લેખિત તથા રૃબરૃમાં મળી જામવણથલીને જામનગર-સુરત-જામનગર ઈન્ટરસિટી ટ્રેનને સ્ટોપ આપવા રજુઆત કરી હતી જે રજુઆત રેલવે મંત્રીએ માન્ય રાખીને રેલવે વિભાગને જરૃરી સૂચના આપતા જામવણથલીનો સ્ટોપ મંજુર થયો છે.
0 Comments
Post a Comment