જામનગર મોર્નિંગ - જામનગર 
જામનગરમાં ગુરુદ્વાર ચોકડી નજીક જલારામ નગરમાંથી જાહેરમાં ગંજીપાના વડે હારજીતનો જુગાર રમતા પ્રવીણ ઉર્ફે સુખો કાળુભાઇ માણેક, અલીભાઈ ઇસ્માઇલભાઈ સમા, મહેશ મોહનભાઇ બલદાણીયા અને રવિભાઈ બાબુભાઇ કોળીની પોલીસે ધરપકડ કરી લઇ તેઓ પાસેથી રૂ. 30 હજાર 570ની રોકડ રકમ અને જુગારનું સાહિત્ય કબ્જે કર્યું છે. સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના ડી સ્ટાફે દરોડો પાડ્યો હતો.