જામનગર મોર્નિંગ - ૧૧/૦૧ - દ્વારકા : કેરોસીન છાંટી સળગી જઈ જીવનલીલા સંકેલી લીધી
નંદાણા ગામે બિમારીથી કંટાળી જઇ મહિલાએ આપઘાત કરી લેતાં આ બનાવ અંગે સ્થાનિક પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી વિગત મુજબ કલ્યાણપુર તાલુકાના નંદાણા ગામે રહેતા શાંતીબેન મોહનભાઇ નકુમ નામની સતવારા મહિલાને છેલ્લા નવેક વર્ષથી માનસિક બિમારી હોય, મગજની દવા ચાલુ હોય તેણીએ કંટાળીને ગઇકાલે પોતાના હાથે સળગી જઇ આપઘાત કરી લીધો હોવાનું બહાર આવ્યું છે. આ બનાવ અંગે મૃતક મહિલાના પતિ મોહનભાઇ ઉર્ફે ભીખાભાઇ છગનભાઇ નકુમે કલ્યાણપુર પોલીસને જાણ કરાતાં પોલીસે જરુરી કાર્યવાહી હાથ ધરી છે.