જામનગર મોર્નિંગ - જામનગર 
જામનગરના નાગેશ્વર વિસ્તારમાં રહેતા યુવાને બેકારીથી કંટાળી ગળેફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી લેતા મૃતકના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે આ બનાવની જાણ થતા સીટી બી પોલીસે આગળની કાર્યવાહી આરંભી હતી.મળતી વિગત મુજબ જામનગરમાં નાગેશ્વર વિસ્તારમાં બરફના કારખાના પાછળ રહેતા અજયભાઇ લક્ષ્મણભાઇ ઢાપા નામના 31 વર્ષના યુવાને પોતાના ઘરે આર્થિક ભીસના કારણે ટેન્સનમા રહેતો હોય અને કોઈ કામધંધો ન મળતા કંટાળી પંખામાં દોરી વડે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ બનાવ અંગે સિટી બી ડિવિઝનમાં મૃતકના પિતા લક્ષ્મણભાઈ ઢાપા દ્વારા જાણ કરાતા હે.કો. રાજદીપસિંહ ઝાલા આગળની તપાસ ચલાવી રહ્યા છે.