આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ સહ મતદાન જાગૃતિ અભિયાન કાર્યક્રમ જિલ્લા ચુંટણી અધિકારી અને કલેકટર રવિશંકરના અધ્યક્ષ સ્થાને યોજાયો
જામનગર મોર્નિંગ - જામનગર
આજના યુગમાં મહિલાઓ નારીમાંથી નારાયણી બની રહી છે. આપણે આપણી દિકરીને તુલસી ક્યારો ગણી, ભણાવી-ગણાવી આગળ વધારવી જોઇએ ત્યારે આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે જામનગરની ધનવતરીના ઓડીટેરીયમમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ સહ મતદાન જાગૃતિ અભિયાન કાર્યક્રમ જિલ્લા ચુંટણી અધિકારી અને કલેકટરશ્રી રવિશંકરના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. આ પ્રસંગે જિલ્લા ચુંટણી અધિકારી અને કલેકટરશ્રી રવિશંકરે જણાવ્યું હતું કે, લોકશાહીમાં શાસન નક્કી કરવાનું કામ મતદારોનુ હોય છે અને મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને યોગ્ય શાસક નક્કી કરી શકે છે. કોઈપણ જાતના પ્રલોભનોથી પર રહી નૈતિકતાના મુલ્ય સાથે નિર્ભય મતદાન કરવા અનુરોધ કર્યો હતો. મહિલાઓને પોતાના મંતવ્ય થકી મતદાન કરી શાસક નક્કી કરવામાં પુરેપુરો સહયોગ આપવા ભાર મુક્યો હતો તેમજ ભારતીય લોકશાહીની ચુંટણી પ્રકિયા વિષે જીણવટ ભરી માહિતી આપી હતી. વધુમાં જણાવ્યું હતું કે, મહિલાઓ જાગૃત થઈ આડોશ પાડોશના મતદારોને મતદાન કરવા પ્રેરીત કરે તો જ ઊચું મતદાન શક્ય બનશે. આ તકે સ્વીપ દ્વારા મતદાન જાગૃતિ અર્થે સહિ ઝુંબેશ અને લોકશાહી તેમજ ચુંટણીલક્ષી પ્રશ્નોત્તરીનુ પણ આયોજન કરવામાં આવેલ હતુ જેમાં વિજેતાઓને ભેટ આપી બિરદાવ્યાં હતા અને તમામ ઉપસ્થિત લોકોને મતદાન કરવા તેમજ મતદાન માટે લોકોને જાગૃત કરવા પ્રતિજ્ઞા લેવડાવી હતી.
આ પ્રસંગે પ્રોબેશનરી કલેકટરશ્રી મનીષ ગુરવાણી, નાયબ જિલ્લા ચુંટણી અધિકારીશ્રી મિતાબેન જોશી, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી મકવા, અને કર્મચારીગણ તેમજ મોટી સંખ્યામાં જુદી-જુદી કોલેજોની વિદ્યાર્થીનીઓ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવેલ હતો.
0 Comments
Post a Comment