જામનગર મોર્નિંગ - ખંભાળીયા તા.૧૧ : ગુજરાત રાજ્ય મહેસુલી કર્મચારી મંડળ પોતાની વિવિધ ૧૭ માંગણીઓ જેવી કે, નાયબ મામલતદાર માંથી મામલતદાર અને ક્લાર્ક માંથી નાયબ મામલતદારમાં પ્રમોશન, મહેસુલી કર્મચારીઓની નવી ભરતી કર્યા પહેલા હાલના કર્મચારીઓના જીલ્લા ફેરબદલીના કેમ્પ કરવા, રેવન્યુ તલાટીને મહેસુલમાંથી રદ કરીને પંચાયત તલાટી સાથે જોડવા, રાજ્ય ભરમાં મામલતદારની ખાલી પડેલ જગ્યાઓમાં સીન્યોરીટી મુજબ નાયબ મામલતદારને મામલતદારમાં પ્રમોશન આપવા, પગાર , બઢતી અને બદલી જેવી વિવિધ ૧૭ પ્રકારની માંગણીઓને લઈને ગુજરાત ભરમાં મહેસુલી કર્મચારીઓ અચોકસ મુદતની હડતાલ પર ઉતર્યા છે.


        દેવભૂમિ દ્વારકા જીલ્લામાં કલેકટર કચેરી,પ્રાંત કચેરી અને ચારેય તાલુકા કક્ષાએ મામલતદાર કચેરીમાં ફરજ બજાવતા  ૮૨ જેટલા મહેસુલી નાયબ મામલતદાર અને ક્લાર્ક કચેરીના પટાંગણમાં જ હડતાલ પર ઉતરીને ,મહેસુલી એકતા ઝીંદાબાદ, કલાર્કથી નાયબ મામલતદારમાં પ્રમોશન આપો જેવી માંગણી પૂર્ણ કરવા સુત્રોચાર કરી રહ્યા છે અને પોતાની માંગણીઓ ના સંતોષાય અથવા યોગ્ય બાંહેધરી ના મળે ત્યાં સુધી અચોકસ મુદતની હડતાલ પર ઉતર્યા છે.

     મહેસુલી નાયબ મામલતદાર અને કલાર્ક હડતાલ પર જતા રહેતા કચેરીમાં કામગીરી ના ખોરવાઈ અને અરજદારો હેરાન પરેશાન ના થાય માટે રેવન્યુ તલાટીને તમામ કામગીરીના ચાર્જ સોંપવામાં આવ્યા છે.

    ગુજરાત ભરમાં હાલ, તો હડતાલ અને આંદોલને વેગ પકડ્યો છે, વિદ્યાર્થીઓ બિન સચિવાલય કલાર્ક પરીક્ષા રદ કરવા માટે અને એલ.આર.ડી. પોલીસ ભરતીમાં અન્યાય થતા તેના વિરોધમાં છે, ખેડૂતો પાકવીમા અને ખેતપેદાશના પોષણક્ષમ ભાવ મેળવવા માટે આંદોલનમાં છે. મહેસુલી કર્મચારીઓ પણ પોતાની માંગણીઓ લઈને આંદોલનએ ચડ્યા છે. ત્યારે ગુજરાત સરકાર આંદોલનકારીઓના પ્રશ્નોના નિરાકરણ લાવવામાં સફળ રહેશે કે કેમ તે આવનારો સમય બતાવશે.


મહેસુલી કર્મચારીઓ ખંભાળીયા

મહેસુલી કર્મચારીઓ ભાણવડ
મહેસુલી કર્મચારીઓ દ્વારકા

મહેસુલી કર્મચારીઓ કલ્યાણપુર

આંદોલનને પગલે ખંભાળીયા કલેકટર કચેરીની જમીન શાખા ખાલીખમ જોવા મળી હતી.

આંદોલનને પગલે ખંભાળીયા કલેકટર કચેરીની જમીન શાખા ખાલીખમ જોવા મળી હતી.