• એલ. સી. બી. ની સમયસૂચકતાને કારણે મોટો હત્યાંકાંડ થતા અટકી ગયો.
  • જૂની અદાવતમાં સોપારી આપીને જેલમાંથી જામીન મુક્ત થતા ત્રણ ઈસમોની હત્યા કરવા ઘાતક હથિયારો સાથે ટોળું મોકલ્યું હતું.

જામનગર મોર્નિંગ - જામનગર તા.14 : જામનગર જિલ્લો ગુના ખોરીમા સતત ઉંચા ક્રમે પહોંચતો જાય છે, નાની નાની બાબતોમાં મારકૂટ થી લઈને હત્યાં સુધી પહોંચી જાય છે. જામનગરની ગુન્હા ખોરીની વાત ગાંધીનગર થઈને છેક દિલ્હી પીએમઓ સુધી પહોંચતા હાલ જામનગર જીલ્લા પોલીસ વડાને જીલ્લામાં ગુનાખોરી કાબુમાં લેવા માટેના ખાસ મિશન માટે મુક્યા છે. ત્યારે મોટા લેવલની ગુન્હા ખોરી મહંદઅંશે મોકૂફ થઇ ગઈ છે પણ નાના લેવલની ગુન્હાખોરી પર હજી જોઈએ તેટલો કાબુ આવ્યો નથી પણ આજે જામનગર જીલ્લા પોલીસની કુનેહ અને સમય સૂચકતાને પગલે મોટો હુમલો કે હત્યાં કાંડ થતો રહી ગયો છે.

બનાવની પોલીસ દફ્તરેથી મળતી વિગત મુજબ ગઈ તા.14/10/2020ના રોજ ફરિયાદી હાજી હમીરભાઇ ખફી રહે. મસીતિયા તા.જી.જામનગર નાઓ પર આરોપી અશ્વિન વસરા અને અન્ય ઈસમોએ ભેગા મળી ગેરકાયદેસર મંડળી રચીને સાહેદને જાનથી મારી નાખવા ધમકી આપીને ફરિયાદીને શરીરે ગંભીર ઈજાઓ પહોંચાડી હતી જે અંગે જામનગર સીટી સી ડિવિઝનમાં ઇપીકો કલમ 326,325,323,504,143,147,148,149,506(2) તથા જીપીએક્ટ કલમ 135 મુજબ ગુન્હો નોંધાયો હતો જે ગુન્હામાં પકડાયેલ આરોપીઓ પૈકી તુષાર ઉર્ફે રાજુ, લક્ષ્મણ ઉર્ફે અજય અને રાજભા ચતુરસિંહ સોલંકી તા.13-01-2021ના જામનગર કોર્ટનાં હુકમ મુજબ જામનગર જેલ ખાતેથી જામીન પર મુક્ત થનાર હોય જેની સામે તાજેતરની જૂની અદાવતામાં હાજી હમીરભાઈ ખફીએ પોતાના માણસોને દેશી તમચો, મોટી તલવાર જેવો છરો, કુહાડી, ધારીયા અને લોખંડના પાઇપ જેવા ઘાતક હથિયારો સાથે જામીન પર મુક્ત થતા ઉપર મુજબના ત્રણેય ઈસમોને જાનથી મારી નાખવાના ઇરાદે એકઠા થયા હોવા અંગેની ગુપ્ત માહિતી જામનગર એલ. સી. બી.પોલીસ કર્મચારી હરદીપભાઈ ધાધલ તથા સુરેશભાઈ માલકિયાને મળતા સમયસૂચકતા વાપરી જામનગર જીલ્લા જેલ ખાતે તાકીદે દોડી જઈને ઘાતક હથિયારો સાથે પાંચ ઈસમોને ઝડપી પાડ્યા જયારે છ ઈસમો નાસી છૂટ્યા હતા.


પકડાયેલ આરોપી :

1) ઇકબાલ બસીરભાઈ સંધી

2) આશીફ અલીભાઈ સંધી

3) રાજેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ જાડેજા, જામનગર

4) ઐયાજ ઐયુબભાઈ ખફી

5) હાજી ઐયુબ ખફી સુમરા


નાસી ગયેલ આરોપી :

1) હાજી હમીરભાઇ ખફી સુમરા રે. મસીતિયાં જામનગર, સોપારી આપનાર

2) શિવા જાડેજા, જામનગર

3) રહીમ કાસમ સુમરા, જામનગર

4) કિશન કોળી તથા તેની સાથેના બીજા ત્રણ માણસો રેનોલ્ડ કવીડ ગાડી

5) ઇમરાન મોહમંદ સુમરા (એકસીસ મોટર સાઇકલ)

6) સંજય પ્રફુલ વાઘેલા ઉર્ફે બાઠીયો (સ્પલેન્ડર મોટર સાઇકલ)


ઘાતક હથિયાર સાથે ઝડપાયેલ માલમત્તા :

દેશી બનાવટના તમચા - 2 તથા 7 કાર્ટીઝ

ધારદાર ફરસી - 6

કુહાડી 1 તથા ધારિયું - 1

લોખંડની પાઇપ - 1 તથા તલવાર જેવો મોટો છરો - 1

રોકડ રૂપિયા 18700/- મોબાઈલ - 6, ઇકો કાર -1 મળીને કુલ રૂપિયા 266600/- કબ્જે કરવામાં આવ્યો.

આ કામગીરી જામનગર એલ. સી. બી. પોલીસ ઇન્સ્પેક્ટર કે. જી. ચૌધરીની સૂચના મુજબ પોલીસ સબ ઇન્સ્પેક્ટર પી. એમ. દેવમુરારી, આર. બી. ગોજીયા તથા એલ. સી. બી. સ્ટાફના કર્મચારીઓએ કરેલ છે.