જામનગર મોર્નિંગ - જામનગર 

જામનગરના પટેલ કોલોની વિસ્તારની શેરી નં. ૧૦ માં આવેલી સીસીડીસી સોસાયટીમાં રૂમ નં. ૧૩ માં રહેતાં રૂમાનાબેન અબ્દુલભાઈ કુંગડા નામના મહિલા પર મંગળવારે સાંજે બેઝબોલના ધોકા લાકડી સાથે જાવેદ અબ્બાસ કુંગડા તથા એઝાઝ સુલતાન નામના બે શખ્સે હુમલો કરી રૂમાનાબેન તથા તેમની પુત્રીને માર માર્યો હતો અને ગાળો ભાંડતા પોલીસે આઈપીસી ૩૨૩, ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪, જીપીએકટની કલમ ૧૩૫(૧) હેઠળ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.