• આરોપી સુરેશ સુમારીયાભાઈ ભીલાલા તથા ભોગ બનનાર પીડીતાને ભાણવડ પોલીસએ પકડી પાડી અને મધ્યપ્રદેશના અલીરાજપુર જીલ્લાના નાનપુર પોલીસ સ્ટેશનએ સુપરત કરવા કાર્યવાહી કરેલ.

જામનગર મોર્નિંગ - ભાણવડ તા.31 : મધ્યપ્રદેશના અલીરાજપુર જીલ્લાના નાનપુર પોલીસ સ્ટેશન ગુન્હા નંબર - 34/2021 ઇપીકો કલમ 363,366 વિગેરે મુજબ ગુન્હો દાખલ થયેલ હોય જે ગુન્હાનો નાશતો ફરતો આરોપી તથા ભોગ બનનાર સગીરા ભાણવડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં હોવાની જાણ થતા ખાનગી બાતમીદારો મારફત હકીકત મેળવી ભાણવડ તાલુકાના વાનાવડ ગામે વાડી વિસ્તારમાંથી આરોપી સુરેશ સુમારીયાભાઈ ભીલાલા તથા ભોગ બનનાર પીડીતાને પકડી પાડી ભાણવડ પોલીસ સ્ટેશન લાવીને મધ્યપ્રદેશના અલીરાજપુર જીલ્લાના નાનપુર પોલીસ સ્ટેશન આરોપી અને પીડિતાને સુપરત કરવા માટેની કાર્યવાહી કરવામાં આવેલ.

આ કાર્યવાહી દેવભૂમિ દ્વારકા જીલ્લા પોલીસ વડા સુનીલ જોશીના માર્ગદર્શન મુજબ ભાણવડ પોલીસ સ્ટેશન પીએસઆઇ જે. જી. સોલંકી તથા સ્ટાફ દ્વારા કરવામાં આવેલ.