• ધર્મેશ ચુનીલાલ મકવાણા નામના યુવકની ગળે ફાસો ખાધેલ હાલતમાં લાશ મળી આવી છે.
  • દ્વારકા શહેરમાં રબારી ગેઇટ પાસે નવી બની રહેલ હોટેલ માંથી એક યુવકની આપઘાત કરેલ લાશ મળી આવી છે.

જામનગર મોર્નિંગ – દ્વારકા તા.૨૭ : દેવભૂમિ દ્વારકા જીલ્લાના દ્વારકા શહેરમાં રબારી ગેઇટ પાસે નવી બની રહેલ હોટેલ માંથી એક યુવકની આપઘાત કરેલ લાશ મળી આવી છે. 

પ્રાપ્ત વિગત મુજબ દ્વારકાના રબારી ગેઇટ પાસે નવી બની રહેલ હોટેલના બીજા માળેથી આશરે ૨૫ વર્ષીય ધર્મેશ ચુનીલાલ મકવાણા નામના યુવકની ગળે ફાસો ખાધેલ હાલતમાં લાશ મળી આવી છે આ યુવાન હોટેલમાં ઇલેક્ટ્રિકનું કામ કરતો હોવાનું જાણવા મળ્યું છે. બનાવને પગલે ૧૦૮ મારફતે લાશને પીએમ કરવા માટે હોસ્પિટલ ખસેડાઈ ત્યાંથી ફોરેન્સિક તપાસ માટે જામનગર મોકલાઈ હોવાનું જાણવા મળ્યું છે.