જામનગર મોર્નિંગ - જામનગર 

જામનગરમાં મેહુલનગર વીસ્તારમાં એમ્યુઝમેન્ટ પાર્ક પાસે રહેતા મુળ લાલપુરના સણોસરા ગામના વતની અને જિલ્લા પંચાયતના પુર્વ સદસ્ય અને કોંગી નેતા નાથાભાઇ મેરામણભાઇ ગાગલીયાએ પોતાને ફોન કરી અપશબ્દો ઉચ્ચારી ચુંટણી પછી ઘોડી પર ચાલતા કરી દેવાની ધમકી આપવા અંગે લાલપુર પોલીસ મથકમાં પરબત ઉર્ફે કિશોર દેવશીભાઇ વશરા (રે.રીંઝપર) સામે ફરીયાદ નોંધાવી છે. આરોપી શખ્સ અગાઉ રીંઝપર તાલુકા પંચાયતની સીટ ઉપરથી કોંગ્રેસમાં ચુંટાઇ આવ્યા હતા અને ફરીથી તેઓએ તાલુકા પંચાયતની રીંઝપર સીટ પરથી ચુંટણી લડવા માટે કોંગ્રેસમાંથી દાવેદારી સાથે માંગણી કરી છે.જેમાં તેને ભોગગ્રસ્ત તેની પાર્ટીના જ હરીફને સમર્થન કરતા હોવાની આંશકા રાખી મોબાઇલ પર અપશબ્દો બોલી ઘોડી પર ચાલતા કરી દેાવની ધમકી ઉચ્ચારી હોવાનુ ફરીયાદમાં જાહેર થયુ છે. સ્થાનિક સ્વરાજયની ચુંટણીનુ ધમાસાણ ચાલી રહયુ છે ત્યારે એક જ પક્ષના એક સભ્યએ બીજા સદસ્યને ધમકી ઉચ્ચાર્યાનો બનાવ સામે આવતા ભારે ચકચાર જાગી છે.