જામનગર મોર્નિંગ - જામનગર

એલએન્ડટી મ્યુચ્યુઅલ ફંડ, ભારતના ટોચના એસેટ મેનેજર્સમાંથી એક, જેના કુલ એયુએમ રૂ. 70,350 કરોડ રુપિયા છે (28 ફેબ્રુઆરી, 2021 ના રોજ), જેને  ‘લેટ લતીફ 2021’ નામથી એક એકીકૃત ડિજિટલ કેમ્પેઇન લોન્ચ કર્યું છે, જેનો હેતુ કર બચત માટે ઇક્વિટી લિંક્ડ સેવિંગ્સ સ્કીમ (ઇએલએસએસ)માં પ્રારંભિક રોકાણના મહત્વને પુનરાવર્તિત કરવાનું છે. આ કેમ્પેઇનનું આવશ્યક વિષય રોજિંદા જીવનમાં પ્રોક્રાસ્ટિનેશનથી બચવા અને મહત્વપૂર્ણ કાર્યોમાં વિલંબ થવાની સ્નોબોલ અસરો વિશે લોકોને શિક્ષિત કરવાંનુ છે.

એલએન્ડટી મ્યુચ્યુઅલ ફંડના સીઇઓ શ્રી કૈલાસ કુલકર્ણીએ જણાવ્યું કે, " 'લેટ લતીફ 2021' કેમ્પેઇન મહત્ત્વનું કાર્ય કરવા માટે છેલ્લા દિવસ સુધી રાહ જોવા માટેના સરેરાશ વ્યક્તિના ઝૂકાવને પકડવાનો પ્રયાસ કરે છે, જેમાં ઇએલએસએસ જેવા કર બચત સાધનોમાં રોકાણ કરવું શામેલ છે. 'લેટ લતીફ 2021' નો મુખ્ય સંદેશ એ છે કે જો તમે સમયસર કાર્ય નહીં કરો, તો તમને ખર્ચ કરવો પડશે. કોઈ રોકાણકારે યાદ રાખવું જોઈએ કે ઇએલએસએસ એ માત્ર કર બચત હેતુ માટે જ નહીં, પણ લાંબા ગાળાની સંપત્તિના નિર્માણ માટે પણ ઉત્તમ ઉત્પાદન છે. માર્ચ 2020માં લગભગ 26,000થી જાન્યુઆરી 2021માં 50,000 સુધી સેન્સેક્સની તેજીએ ફરી એકવાર સ્થાપના કરી છે કે જો તમે વ્યવસ્થિત અને શિસ્તબદ્ધ રીતે રોકાણ કરવાનું ચાલુ ન કરો તો સ્ટોકના ભાવમાં અચાનક ઉછાળાનો  ફાયદાઓ મેળવવાની સંભાવના નથી. અને અનુશાસિત રહેવા અને રોકાણના એક નક્કી કરેલ રસ્તાં પર બની રહેવાં, એક સરળ રીત છે જે સુનિશ્ચિત કરવાનું છે કે તમે બધા કામ સમય પર કરો"

'લેટ લતીફ 2021' ડિજિટલ કેમ્પેઇન દ્વારા, ફંડ હાઉસ ઉપયોગકર્તાની એક મોટી સંખ્યા સુધી પહોંચવાની યોજના બનાવી રહ્યાં છે, જેમાં મિલેનિયલ્સ પણ સામેલ છે, જે કરને બચાવવા માટે એક સાધનના રુપમાં ઇએલએસએસમાં રસ ધરાવે છે અને કર-બચત ટૂલ વિશે જાગૃતતા પણ પેદા કરવામાં આવી રહી છે. મિલેનિયલ્સ, જેમણે કોમ્યુટર એજ મેનેજમેન્ટ સર્વિસીઝ લિમિટેડ (સીએએમએસ) દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવેલ નવીનતમ આંકડાઓ અનુસાર, નાણાકીય વર્ષ 19માં નવા મ્યુચ્યુઅલ ફંડ ઈન્વેસ્ટર્સના લગભગ 47%નું ગઠન કર્યું છે, તેઓ જીવનની શરૂઆતમાં વેલ્થ- ક્રિએશન જર્નીને શરૂ કરવા માટે ઈન્વેસ્ટમેન્ટ- વ્હિકલના રૂપમાં ઈએલએસએસનો ઉપયોગ કરી શકે છે.


એલએન્ડટી મ્યુચ્યુઅલ ફંડે ઈએલએસએસ માટે એક પેજ બનાવ્યું છે, www.ltfs.com/elss, જેમાં કેમ્પેઈન વિડિયો વિશે ડિટેઈલ્સ, ઈન્વેસ્ટર્સને સાચો ઓપ્શન પસંદ કરવા માટે ઈએલએસએસ ફંડ્સમાં રોકાણ કરવાના ફાયદા વગેરે શામેલ છે. ફંડ હાઉસ આ પેજ પર એક ગોલ કેલ્ક્યુલેટર શરૂ કરવાની યોજના બનાવી રહ્યાં છે, જેનાથી ઈન્વેસ્ટર્સને ઈન્વેસ્ટમેન્ટ અમાઉન્ટ વિશે નિર્ણય લેવામાં મદદ મળશે. ફંડ હાઉસ આ કેમ્પેઈન યૂટ્યૂબ, ફેસબૂક, ટ્વિટર અને લિંક્ડ ઈન સહિતના સોશિયલ મીડિયા પર ચલાવી રહેલ છે. સ્પોટીફાઈ અને ગાના જેવા ઓડિયો એપ પર આકર્ષક ઓડિયો રેપને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.

આ કેમ્પેઇનનો પ્રચાર ડિજિટલ એડ્સ સાથે ડિસ્પ્લે એડ્સ, ગૂગલ એડ્સ અને વધુ જાગૃતતા ઉત્પન્ન કરવા માટે બિઝનેસ અને નાણાંકીય પોર્ટલ પર પુશ નોટિફિકેશન્સ સાથે પણ કરવામાં આવશે.