જામનગર મોર્નિંગ - જામનગર તા ૧૦, જામનગર શહેર અને જિલ્લામાં બે દિવસ થી ગરમીનો પારો ૩૫ ડિગ્રી આસપાસ રહ્યો હતો, પરંતુ તેમાં ગઈકાલ થી ઉછાળો આવ્યો છે, અને તાપમાનનો પારો ઉપર ચડીને ૩૮.૦ ડિગ્રી સુધી પહોંચ્યા હોવાથી બપોર દરમિયાન ઉકળાટ ભર્યું વાતાવરણ બની ગયું છે. ઉપરાંત લઘુત્તમ તાપમાન પણ ધીમે ધીમે ઉપર ચઢતું જાય છે, અને ૨૩.૫ ડીગ્રી તાપમાન નોંધાયું છે. પવન ની તીવ્રતા યથાવત રહેતી હોવાથી બપોરના સમયે પ્રતિ કલાકના ૩૦ કિ.મી.ની ઝડપે ગરમ લૂ ફેંકાઈ રહી છે. વહેલી સવારે ભેજનું પ્રમાણ ફરીથી ઘટ્યું છે, અને ભેજનું પ્રમાણ ૬૪ ટકા થઇ જતાં ઝાકળમાં રાહત જોવા મળી હતી.

 જામનગર જિલ્લા કલેકટર કચેરીનાં કન્ટ્રોલ રૂમના જણાવ્યા અનુસાર આજે સવારે આઠ વાગ્યે પૂરા થતાં ૨૪ કલાક દરમિયાન લઘુત્તમ તાપમાન ૨૩.૫ ડિગ્રી સેન્ટિગ્રેડ જ્યારે મહત્તમ તાપમાન ૩૭.૫ ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયું છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૬૪ ટકા રહ્યું હતું, જ્યારે પવનની ગતિ પ્રતી કલાકના ૨૫ કિ.મી.ની ઝડપે રહી હતી. જે વધીને ૩૦ કિમી સુધી પહોંચી હતી.