જામનગર તા ૮, જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના ગાગવા ધાર માં રહેતા ૬૭ વર્ષના વયોવૃદ્ધ મહિલાએ પોતાની માનસિક બીમારીથી કંટાળી જઇ ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લઈ પોતાની જિંદગીનો અંત લાવી દીધો છે.

 આ બનાવની વિગત એવી છે કે મોટી ખાવડી નજીક ગાગવા ધારમાં રહેતા કામલબેન દેવાભાઈ ડગરા નામના ૬૭ વર્ષના વયોવૃદ્ધ મહિલાએ ગઇકાલે મોડી રાત્રે પોતાના ઘેર પંખામાં દોરી બાંધી ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી હતી.

આ બનાવ અંગે મૃતકના પુત્ર મેઘજીભાઈ દેવાભાઈ ડગરા એ પોલીસને જાણ કરતાં મેઘપર પોલીસે મૃતદેહનો કબજો સંભાળી જામનગરની જી.જી.હોસ્પિટલમાં પોસ્ટ મોર્ટમ કરાવ્યું છે, અને વધુ તપાસ હાથ ધરી છે. પોતાની માનસિક બિમારીના કારણે કંટાળી જઇ આ પગલું ભરી લીધું હોવાનું પોલીસમાં જાહેર કરાયું છે.