જામનગર મોર્નિંગ - ભાણવડ તા.01 : દેવભૂમિ દ્વારકા જીલ્લામાં પણ આ વખતે કોરોનાનું સંક્ર્મણ તેજ ગતીએ પ્રસરી રહ્યું છે. એ સંક્ર્મણની ચેન ને તોળવા માટે ભાણવડનાં ચેમ્બર્સ ઓફ કોમર્સનાં વેપારી મિત્રોએ સંકલન કરીને ભાણવડ ગામ તા.01-052021 થી 07-05-2021 સાત દિવસ માટે સ્વયંભુ સંપૂર્ણ લોકડાઉન કરવાનો નિર્ણય કર્યો છે.


મેડિકલ, શાકભાજી, દૂધની ડેરીઓ અને અનાજ કરિયાણા જેવી જીવન જરૂરી વસ્તુઓની દુકાનો બાદ કરતા બાકી તમામ દુકાનો અને વેપારીઓ સાત દિવસ માટે આખા દિવસનું બંધ પાડીને સંક્ર્મણની ચેન તોડવામાં પોતાની ભૂમિકા નિભાવશે. ભાણવડ ચેમ્બર્સ ઓફ કોમર્સ અને વેપારીઓના આ નિર્ણયની ભાણવડ વાસીઓ તરફથી ખુબ સમર્થન મળી રહ્યું છે.