જામનગર મોર્નિંગ - ખંભાળીયા તા.02 : ગુજરાત રાજ્ય સરકાર દ્વારા પોલીસ વિભાગમાં આધુનિકરણ અને હાલના સંજોગોમાં પોલીસ ની કામગીરીને વધુ સુવિધા આપવાના હેતુ માટે આજે દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ ને પેટ્રોલિંગ માટે બાઈક અને વાહનો આપવામાં આવ્યા છે.જેમાં જિલ્લામાં 6 પી.સી.આર. વેન અને પાંચ સાદી બોલેરો વેન અને આઠ બાઈક ફાળવવા માં આવી છે. જેની આજે દેવભૂમિ દ્વારકા જિલ્લા નાં ઉચ્ચ અધિકારીઓ ડી.વાઈ એસ.પી. શ્રી ચોધરી, શ્રી. ખટાણા તેમજ શ્રી સમીર સારડા ની હાજરીમાં દ્વારકાધીશ મંદિર નજીક આવેલા શંકરાચાર્ય શારદાપીઠ પરિસરમાં વિધિવત પૂજા વિધિ કરવામાં આવી અને વિદ્વાન બ્રાહ્મણ નાં હસ્તે શાસ્ત્રોક વિધિ કરવામાં આવી હતી.