• બે મહિના દરમિયાન ૮૫,૯૧૮ લોકોએ પ્રથમ ડોઝ જ્યારે ૨૨,૦૬૬ લોકોએ બીજો ડોઝ મેળવ્યો

 જામનગર તા ૨૭, જામનગર મહાનગરપાલિકા દ્વારા છેલ્લા બે મહીનાથી કોરોના રસીકરણ કાર્યક્રમ શરૂ કરાયો છે, અને શહેરના જુદા જુદા ૧૨ અર્બન હેલ્થ સેન્ટર તથા અન્ય ખાનગી સહિત ૨૨ સ્થળોએથી કોરોના વેકસીન આપવા માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે સમગ્ર શહેરી વિસ્તારમાં અત્યાર સુધીમાં ૧ લાખ થી વધુ લોકોએ કોરોના વેક્સિનેશન કરાવી લીધું છે. 

જામનગર મહાનગરપાલિકા દ્વારા સૌપ્રથમ ૬૦ વર્ષથી ઉપરની વયના સિનિયર સિટીઝનો તેમજ ૪૫ વર્ષ થી ૫૯ વર્ષની વયના બિમાર દર્દીઓ માટે વેકસિન ની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે.

 જેનો બે મહિનાનો સમયગાળો પૂર્ણ થવા જઇ રહ્યો છે, ત્યારે ૪૫ વર્ષથી ઉપરની વયના નાગરિકોને પણ વેકસિન આપવા માટેની પ્રક્રિયાઓ શરૂ કરી દેવામાં આવી હતી, અને લોકોનો ઉત્સાહ પણ વધ્યો છે.

 જામનગર મહાનગરપાલિકા દ્વારા અત્યાર સુધીમાં કુલ ૧,૦૭,૯૮૪ લોકોનું કોરોના રસીકરણ કરવામાં આવ્યું છે. જેમાં ૮૫,૯૧૮ લોકોએ પ્રથમ ડોઝ મેળવી લીધો છે ત્યારે ૨૨,૦૬૬ લોકોએ બીજો ડોઝ પણ મેળવી લીધો છે.

જે વેકસિન ની પ્રક્રિયા નો લાભ લેવા માટે બાકી રહી ગયેલા અન્ય નાગરિકોને અનુરોધ કરાયો છે.