જામનગર તા. ૧,   જામનગર ના શારડા ફોરેકસ વાળા સુભાષભાઈ શારડા (ઉ.વ.૭૫) નું કોવિડ ની બીમારી સબબ આજે મૃત્યુ થયું છે. હજુ થોડા દિવસ પહેલાં જ તેમના પુત્રવધૂ નું પણ મૃત્યુ થયું હતું.

     જામનગર ની જાણીતી પેઢી શારડા ફોરેકસ વાળા સુભાષભાઈ રજનીકાંતભાઈ શારડા (ઉ.વ.૭૫)નું આજે સવારે કોવિડ હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મૃત્યુ થયું હતું. રામભાઈ અને હરીઓમભાઈના પિતા એવા સુભાષભાઈ ને કોરોનાની અસર થતા સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા હતાં, જયાં તેમણે આજે અંતિમ શ્વાસ લીધા હતાં.

     અત્રે ઉલ્લેખનીય છે કે, હજુ ગત તારીખ ૧૮-૪-૨૧ ના સુભાષભાઈ ના પુત્રવધૂ મનિષાબેન રામભાઈ શારડા નું પણ કોવિડની બીમારીમાં મૃત્યુ થયું હતું. આમ એક જ પરિવારમાં ૧૨ દિવસના અંતરે પુત્રવધુ ણે સસરા બન્ને ના મૃત્યુ થતાં શારડા પરિવાર શોક મગ્ન બની ગયો છે, સુભાષભાઈના પિતા રજનીકાંતભાઈ જામનગર નગર પાલિકા માં સભ્ય તરીકે ચૂંટાયા હતાં.