જામનગર તા. ૨, જામનગરમાં નવાગામ ઘેડ વિસ્તારમાં રહેતા ૪૩ વર્ષની વયના એક યુવાનને શ્વાસની તકલીફ હોવાથી એકાએક તબિયત લથડી હતી, અને સારવાર માટે જી.જી હોસ્પિટલમાં લઇ જવાતાં ફરજ પરના તબીબે તેનું મૃત્યુ નીપજયું હોવાનું જાહેર કર્યું છે.

 આ બનાવની વિગત એવી છે કે જામનગરના નવાગામ ઘેડ વિસ્તારમાં રહેતા અશ્વિન નાનજીભાઈ રાઠોડ નામના ૪૩ વર્ષના યુવાનને છેલ્લા ૭ દિવસથી એકાએક શ્વાસ ની બીમારી થઇ ગઇ હતી. જેના કારણે ગઈ કાલે એકાએક તેની તબિયત લથડી હતી, અને તેને સારવાર માટે જામનગરની જી.જી.હોસ્પિટલમાં લઈ જવાયો હતો. જ્યાં ફરજ પરના તબીબે તેનું મૃત્યુ નીપજયું હોવાનું જાહેર કર્યું હતું.

 આ બનાવ અંગે મૃતકના સંબંધી મહેશભાઈ મધુભાઈ ગુજરીયા એ પોલીસને જાણ કરતાં સીટી બી ડિવિઝન પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી પોસ્ટમોર્ટમ કરાવ્યું છે, અને વધુ તપાસ હાથ ધરી છે.