જામનગર મોર્નિંગ - જામનગર તા.30 : જામનગરમાં કોરોનનું સંક્ર્મણ દિન-પ્રતિદિન વધી રહ્યું છે. આવા સમયે લોકો પોતાની રોગપ્રતિકારક શક્તિ વધારવા અને બીમાર વ્યક્તિઓ પણ ફળ - ફ્રૂટ પર વધારે આગ્રહ રાખતા હોય છે ત્યારે જામનગરનાં ચાંદી બજાર ખાતે આવેલ પારસ ઘામ માં 35 રૂપિયા લેખે રાહત ભાવે લીલા નારિયેળ તેમજ નિશુલ્ક લીંબુનું વિતરણ કરવામાં આવ્યું હતું.


2૦,૦૦૦ જેટલા નારીયેળ દાતાનાં સહયોગથી મંગાવેલ છે ત્યારબાદ આજે વ્યવસ્થા થશે એ પ્રમાણે વધુ વિતરણ કરવામાં આવશે તેવું આયોજકોએ જણાવ્યું હતું.