ધ્રોલ તાલુકાના જાયવા ગામેથી 14 નંગ બોટલ સાથે શખ્સ ઝડપાયો 

જામનગર મોર્નિંગ - જામનગર 


કાલાવડ તાલુકાના મોટી માટલી ગામે 204 નંગ ઈંગ્લીશ દારૂની બોટલ સાથે બે શખ્સને કાલાવડ ગ્રામ્ય પોલીસે ઝડપી લીધા હતા, તેમજ ધ્રોલ તાલુકાના જાયવા ગામે 14 નંગ ઈંગ્લીશ દારૂની બોટલ સાથે એક શખ્સને ઝડપી લઈ પોલીસે પ્રોહી એક્ટ હેઠળ  ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. 

મળતી વિગત મુજબ જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના મોટી માટલી ગામની જીવાધાર સીમમાં અવાવરુ જાડી જાખરા વાળી જગ્યામાં ઈંગ્લીશ દારૂની 17 નંગ પેટી જેમાં 204 નંગ બોટલ કિંમત રૂ. 1,02,000 અને બે નંગ મોબાઈલ કિંમત રૂ. 9000 કુલ મળી રૂ. 1,11,000ના મુદામાલ સાથે રાહુલ હમીરભાઈ મકવાણા (રહે. મોટી નાગારાજ  ગામ,  તા. કાલાવડ) અને આશીષ નટુભાઈ સોલંકી (રહે. મનહરપરા, શેરી નંબર 3, રાજકોટ) નામના બે શખ્સને કાલાવડ ગ્રામ્ય પોલીસે ઝડપી લઈ પ્રોહી એક્ટ કલમ 65(એ)(ઈ), 116(બી), 81 મુજબ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી  હતી.   

જયારે ધ્રોલ તાલુકાના જાયવા ગામની કરાર સીમમાં ધ્રોલ પોલીસે બાતમીના આધારે દરોડો કરી બળદેવસિંહ સાંતુભા જાડેજા નામના શખ્સને પોતાના કબ્જા ભોગવટાની વાડીમાંથી 14 નંગ ઈંગ્લીશ દારૂની બોટલ કિંમત રૂ. 7000ના મુદામાલ સાથે પ્રોહી એક્ટ કલમ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.