જામનગર મોર્નિંગ - જામનગર 


જામનગરમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી માટે આવેલા રાજ્યના પ્રવાસન તથા મત્સ્યોદ્યોગ મંત્રી જવાહરભાઈ ચાવડાએ રાષ્ટ્રધ્વજને લહેરાવ્યા પછી જામનગર પોલીસના પાંચ અધિકારી-કર્મચારીઓનું વિશિષ્ટ સન્માન કર્યું હતું. 


જામનગર શહેરના એએસપી નિતેશ પાંડે (આઈપીએસ)નું સન્માન કરવા ઉપરાંત સ્થાનિક ગુન્હાશોધક શાખાના એએસઆઈ સંજયસિંહ વાળા તથા યશપાલસિંહ જાડેજાનું તાજેતરમાં લતીપરમાં થયેલી હત્યાના ગુન્હાને તાત્કાલિક ઉકેલવાથી સન્માન આપવામાં આવ્યું હતું. 


જ્યારે ધાડના એક ગુન્હાના ડિટેક્શનમાં તપાસની મહત્ત્વની ભૂમિકા ભજવનાર હે.કો. ફિરોઝ દલ તથા વનરાજ મકવાણાનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. એએસપી સહિત પાંચેયને પ્રશંસાપત્ર અર્પણ કરવામાં આવ્યા હતાં.