જામનગર મોર્નિંગ - જામનગર 


જામજોધપુરના મોટી ગોપના પાટીયા પાસે જાહેરમાં જુગાર રમતા ચાર શખ્સને મોટરસાઇકલ, ફોન તેમજ રોકડ મળી રૂ. 57,800ના મુદામાલ સાથે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. 

જામજોધપુર તાલુકામાં આવેલ મોટી ગોપ ગામના પાટીયા પાસે આવેલ હરસિધ્ધિ હોટલની પાછળ આવેલ જાંબુડાના ઝાડ નીચે જાહેરમાં ગંજીપતાના પાના વડે તીનપતિ રોન પોલીસ નામનો જુગાર રમતા  નરોત્તમભાઈ માવજીભાઈ જોશી (રહે.મોટી ગોપ ગામ તા-જામજોધપુર જી.જામનગર), મુકેશભાઈ પુંજાભાઈ વાઢીયા (રહે.મોટી ગોપ ગામ તા.જામજોધપુર જી.જામનગર), ખીમાભાઈ મારખીભાઈ ડાંગર (રહે.કરશનપર ગામ તા.જામજોધપુર જી.જામનગર) અને ચનાભાઈ મુરૂભાઈ ખવા જાતે.આહિર (રહે.સણોસરી ગામ તા.લાલપુર જી.જામનગર) નામના ચાર શખ્સને રોકડ રૂ. 15,800, ત્રણ નંગ ફોન કિંમત રૂ. 4000 તેમજ એક એક્ટિવા જીજે 10 સીએસ 5854 કિંમત રૂ. 26,000 તેમજ એક મોટરસાઈકલ જીજે 10 એઈ 900 કિંમત રૂ. 12,000 કુલ મળી રૂ. 57,800નો મુદામાલ કબ્જે કરી જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.