પ્રિમોન્સુન કામગીરિુ-મીટીંગો-સુચનાઓ-તૈયારીઓ ટુંકી પડી હજુ ઝળુંબતી આફત 

જામનગર મોર્નિંગ - જામનગર ( ભરત ભોગાયતા)


જામનગર શહેર અને જિલ્લામા સર્વત્ર પણે તંત્રની સમીક્ષા અને તૈયારીઓ  બહારનુ મેઘતાડવ હોવાથી  સમગ્ર પણે ભયમા હાલારના લોકો ભયમા છે જ્યા તંત્ર જોવા પણપહોંચી શકે તેમ નથી અને બચાવ રાહત ના પુરતા સાધન પણ નથી તેમજ કલેક્ટરથીમાંડી બધે જ  મીટીંગોના ધમધમાટ છે પરંતુ કુદરતના કહેર સામે બધા જ લાચાર છે .


સરકારી તંત્ર હાલ ક્યાય જય શકે એમ નથી ચાલુ વરસાદે કોઇને બચાવી શકે તેમ નથી કઇ પડતુ તુટતુ ધસી જતુ બચાવી શકે તેમ નથી અરે દરેક લોકો સુધી સુચનાઓ પણ પહોંચતી નથી


આધુનિક ટેકનોલોજી ની વાતો કરતી સરકાર એમ કહી શકી નહીકે હાલાર ઉપર શનિ રવિ સોમ મંગળ આફત ઉતરશે તો એલર્ટ રહેશો.

માત્ર પ્રિમોન્સુન મીટીગ કરી કાગળો લખી ફાઇલોમા મુકી દીધા તેમાય તાલુકા ને ગામડા કક્ષાએ તો કોઇ પ્લાનીંગ વગર મો વકાસી ને સૌ જવાબદારો બેઠા છે

આવી હાલત વચ્ચે હાલ તો હજુ વરસાદની સંભાવના અને અનેક સ્થળોએ પડી રહેલો વરસાદ ૪૮ કલાક તો અટકી અટકી ને કે એકધારો અમુક કલાક ભારે અતિભારે મધ્યમ પધવાની વકી છે કેમકે સમગ્ર પશ્ર્ચિમ ભારતના દરિયા કિનારાઓ ના વિસ્તારો ઉપર આફત ઝળુબે છે

ઉપરથી દરિયામા ભરતી નો સમય હોય ત્યારે પાણી સમાતુ ન હોય દરિયા નજીકના  ગામ નગર શહેર મા  પરીસ્થિતિ વધુ ખરાબ છે

તંત્ર ની પ્રિમોન્સુન કામગીરી -મીટીંગો-સુચનાઓ-તૈયારીઓ ટુંકી પડી  રહી છે અને હજુ ઝળુંબતી આફત  વચ્ચે જો લોકો માટે તંત્ર કઇ કરી શકે તે જરૂરી છે

લોકો ને નીચાણવાળા વિસ્તારમાથી ખસી જવા કહેવાયુ પણ ક્યા જવાનુ ?? શેમાં જવાનુ?? ચાલુ વરસાદે બાળકો બિમાર વૃદ્ધો ને ક્યા લઇ જવાના?? એ તો સ્પષ્ટ નથી કર્યુ આ સ્થિતિ વચ્ચે ભગવાન ભરોસે હાલ તો હાલાર છે.

હાઇલાઇટસ

જામનગર માટે હજુ આઠ કલાકખુબ મહત્વના અને તંત્ર લાચાર છે

@ ઠેર ઠેર પાણી ભરાતા લોકોમા ભયનો માહોલ અને અફડા તફડી ક્યા જવુ?? એકજ સવાલ

@મહત્વના કાગળો પ્લાસ્ટીક મા સાચવી રાખી સલામત રાખો તેવી સલાહ

@મોબાઇલ ની બેટરી બચાવોલાઇટ

જનરેટરઇન્વર્ટર 

મા પહેલા પાવર બેંક ચાર્જ કરીલો

@ક્યાય પાણી જોવા ન જવુ

@બાકસ મીણબતી ટોર્ચ હાથ ઉપર રાખવા

@વીજતાર ઝાડ  થાંભલા ઢોર ની આજુબાજુ જવુ જ નહી

@ઘર કે આજુબાજુ કઇ નબળી દિવાલ એકઢાળીયા કે પતરા હોય તો તકેદારી લો

@વીજળી થાય ત્યારેબારી દરવાજા બંધ રાખો બારણા કે બારી પાસે કોઇ વીજ મેગનેટ સાધન ન રાખો શક્ય હોયતો ટી વી, ફ્રીજ, મોટા ઇલે. સાધન વરસાદ પુરતા બંધ રાખો

@તળાવ ડેમ  નાલા રોડ નદી જોવા નજવુ

@શક્ય તેટલી બધા ને હિંમત આપી

ગભરાટ ન ફેલાવો

@પાણી આવ્યા ની બુમો ન પાડો

કંટ્રોલરૂ

૦૨૮૮ ૨૬૭૨૨૦૮

૦૨૮૮ ૨૫૫૩૪૦૪

૦૨૮૮ ૨૫૫૫૮૬૯

02882770515

૦૨૮૮૧૦૭૭

હાલ માં જ કલેકટર શ્રી એ આપેલી ચેતવણી મુજબ નીચાણ વાળા વિસ્તારો માં રહેતા લોકો એ સલામત સ્થળે ખસી જવા તથા અન્ય નાગરિકો એ જરૂર વિના બહાર ન નીકળવા અપીલ કરી છે. કોઈ પણ મદદ ની જરૂર માટે હેલ્પ લાઈન નંબર ૧૦૭૭ ની પર ફોન કરવા જણાવેલ છે.