• ભારત સરકારના કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પુરી તથા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા પ્લાન્ટનું શીલાન્યાસ કરાયું.

જામનગર મોર્નિંગ - ખંભાળીયા તા.20 : નયારા એનર્જી દ્વારા વાડીનારમાં પેટ્રોકેમિકલ્સ પ્રોજેક્ટનો શિલાન્યાસ ગુજરાતના માનનીય મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને પેટ્રોલિયમ , નેચરલ ગેસ અને ભારતના શહેરી તથા આવાસ બાબતોના માનનીય કેન્દ્રીય મંત્રીશ્રી હરદીપ એસ . પુરી દ્વારા પેટ્રોકેમિકલ્સ પ્રોજેક્ટ માટેના શિલાન્યાસ સમારોહનું ઉદ્ઘાટન કરાયું કંપની ગુજરાતમાં સમુદાયોને સહયોગ આપવા માટે 500 હેન્ડવોશિંગ સ્ટેશનની સ્થાપના કરશે વાડીનાર , તા . 20 નવેમ્બર , 2021 : આંતરરાષ્ટ્રીય સ્તરની ડાઉનસ્ટ્રીમ ઊર્જા કંપની નયારા એનર્જીએ આજે વિશ્વ કક્ષાની સંકલિત ઇંધણ પેટ્રોકેમિકલ સંકુલના નિર્માણના પ્રથમ તબક્કા તરીકે ગુજરાતના વાડીનારમાં આવેલી તેની 20 એમટીપીએ રિફાઇનરી સુવિધા સ્થળે 450 કેટીપીએ પોલીપ્રોપીલિન પ્લાન્ટ માટે પેટ્રોકેમિકલ પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો . શિલાન્યાસનું ઉદ્ઘાટન ગુજરાતના માનનીય મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને પેટ્રોલિયમ , કુદરતી ગેસ , શહેરી તથા ગૃહ નિર્માણ બાબતોના માનનીય કેન્દ્રીય મંત્રીશ્રી હરદીપ એસ . પુરીની સાથે સાથે નયારા એનર્જીનું નેતૃત્વ કરતા એક્ઝિક્યુટિવ ચેરમેનશ્રી ટોની ફાઉન્ટેન તથા ચીફ એકિઝક્યુટિવ ઓફિસરશ્રી ડૉ . એલોઇસ વિરાગ દ્વારા કરાયું હતું . નયારા એનર્જીએ વાઈબ્રન્ટ ગુજરાત સમિટ -2019 માં પેટ્રોકેમિકલ્સમાં વિસ્તરણ કરવાની યોજનાઓની જાહેરાત કરી હતી અને આ પ્રોજેક્ટમાં 750 મિલિયન અમેરિકન ડોલરનું રોકાણ કરવા માટે ગુજરાત સરકાર સાથે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા હતા . હાલના એફસીસી અને એલપીજી ટ્રીટમેન્ટ યુનિટ સાથે સંકળાયેલી ઓફસાઇટ અને ઉપયોગિતા સુવિધાઓને અપગ્રેડ કરવાની સાથે સાથે 450 કેટીપીએ ક્ષમતાનો પોલીપ્રોપીલીન પ્લાન્ટ અને એક નવું પ્રોપીલીન રિક્વરી યુનિટ સ્થાપવાની યોજનાઓ ચાલી રહી છે . પેટ્રોકેમિકલ્સ પ્રોજેક્ટનું નિર્માણ 2023 માં પૂર્ણ થવાની ધારણા છે . નયારાની પેટ્રોકેમિકલ વિસ્તરણની આ વ્યાપક યોજનાના પ્રથમ તબક્કાને હાંસિલ કરશે . આ તકે જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં બે સ્થળોએ કંપની દ્વારા મુકવામાં આવેલા હેન્ડવૉશિંગ સ્ટેશનોનું પણ મહાનુભાવોના હસ્તે ઉદ્ઘાટન કરાયું હતું . સ્વચ્છ ભારત અભિયાન તરફના ગુજરાતના પ્રયાસોને સહયોગ આપવાના ઉદ્દેશ્ય સાથે સમુદાયોનની પહોંચ સ્વચ્છતા સુધી કરાવવા માટે કંપની તેની સીએસઆરની નવીનતમ પહેલ તરીકે ગુજરાતમાં 500 હેન્ડવોશિંગ સ્ટેશનો સ્થાપી રહી છે . પ્રોજેક્ટના વિકાસ અંગે વિવેચન કરતા ગુજરાતના માનનીય મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે જણાવ્યું હતું કે , " ગુજરાત રાજ્ય પ્રત્યે પ્રતિબદ્ધતા દર્શાવવા પેટ્રોકેમિકલ્સ પ્રોજેક્ટની સ્થાપના કરવા માટે અમે નયારા એનર્જીને અભિનંદન આપીએ છીએ . આ પ્રોજેકટ ગુજરાતને સામાજિક આર્થિક ક્ષેત્રે યોગદાન આપવાની સાથે સાથે દેશમાં રોકાણના અગ્રણી સ્થળ તરીકે ગુજરાતની આર્થિક વિકાસ અને રોજગારી સર્જનની સ્થિતિને મજબૂત કરશે . “ ભારત સરકારના પેટ્રોલિયમ અને કુદરતી ગેસના માનનીય કેન્દ્રીય મંત્રી શ્રી હરદીપ સિંહ પુરીએ જણાવ્યું હતું કે , ભારતમાં પેટ્રોકેમિકલ્સની વધતી જતી માંગને સહયોગ આપવા માટે નયારા એનર્જીનો પેટ્રોકેમિકલ્સ પ્રોજેક્ટ સ્થાનિક ઉત્પાદન ક્ષમતામાં વધારો કરશે અને ભારત સરકારના મેક ઇન ઇન્ડિયા તથા આત્મનિર્ભર ભારત વિઝનને ટેકો આપશે જ્યારે આયાત પરની નિર્ભરતા ઘટાડશે . "


આ પ્રસંગે નયારા એનર્જીના એક્ઝિક્યુટિવ ચેરમેનશ્રી ટોની ફાઉન્ટેને જણાવ્યું હતું કે , " યારી તરીકે અમારો ઉદ્દેશ્ય વિશ્વના સૌથી મોટા સંકલિત ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ પરિસરો પૈકીના એક બનવાનો છે . આ પ્રોજેક્ટ " આત્મનિર્ભર ભારત " ના વિઝનને અનુરૂપ ભારતની વધતી જતી પેટ્રોકેમિકલ જરૂરિયાતોને પહોંચી વળવા માટે એક મહત્વપૂર્ણ પગલું છે . પ્રગતિશીલ ગુજરાત રાજ્યની નીતિઓ અમારા વ્યવસાયને વિસ્તારિત કરવા માટે ખૂબ જ આકર્ષણનું સ્થાન બનાવે છે . કંપની એ સુનિશ્ચિત કરવા માટે પણ પ્રતિબદ્ધ છે કે અમે જે સમુદાયોમાં કામ કરી રહ્યા છીએ તેમને પણ લાભદાયી થાય , વિકાસ થાય અને પ્રગતિ થાય " NAYARA નયારા એનર્જીના ચીફ એકિઝક્યુટિવ ઓફિસરશ્રી એલોઇસ વિરાગે ઉમેર્યું હતું કે , “ પોલીપ્રોપીલિનની માંગ વાર્ષિક 10 % થી વધુ વધવાની ધારણા છે . પેટ્રોકેમિકલ્સમાં અમારા પ્રવેશ સાથે દેશમાં ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ બંનેની વધતી માંગને પહોંચી વળવામાં નયારા એનર્જી મદદ કરશે પેટ્રોકેમિકલ્સ પ્રોજેક્ટ કંપનીની નાણાકીય કામગીરીને આગળ ધપાવવાનું ચાલુ રાખશે , જ્યારે પ્રદેશમાં આનુષંગિક ઉદ્યોગોના વિકાસ અને રોજગાર સર્જનની સુવિધા ઉભી કરશે . 500 હેન્ક્વોશિંગ સ્ટેશનની સ્થાપના એ લોકોને સુવિધાઓ પૂરી પાડ્વા માટે અમારા નિરંતર કેન્દ્રનો એક ભાગ છે જે તેમની સુખાકારીને સહયોગ આપશે . "નયારા એનર્જી વિશે :


નયારા એનર્જી એ એક નવા યુગની ડાઉનસ્ટ્રીમ ઊર્જા અને આંતરરાષ્ટ્રીય સ્કેલની પેટ્રોકેમિકલ્સ કંપની છે , જેમાં હાઈડ્રોકાર્બન મૂલ્ય સાંકળની સુધારણાથી લઈને રિટેલમાં મજબૂત હાજરી છે . ઓગષ્ટ 2017 માં , ભારતીય કંપનીને ટોઝેફ્ટ ઓઇલ કંપની , વૈશ્વિક કોમોડિટી ટ્રેડિંગ કંપની ટ્રાફીગુરા અને યુસીપી ઇન્વેસ્ટમેન્ટ ગ્રુપ સહિતના આંતરરાષ્ટ્રીય રોકાણકારો દ્વારા હસ્તગત કરવામાં આવી હતી અને આ રોકાણ કન્સોર્ટિયમ હતું . કંપની હાલના 20 એમએમટીપીએની ક્ષમતા સાથે ગુજરાતના વાડીનાર ખાતે ભારતની બીજી સૌથી મોટી સિંગલ સાઇટ રિફાઇનરી ધરાવે છે અને ચલાવે છે . રિફાઇનરી એ વિશ્વની સૌથી આધુનિક રિફાઈનરીઓમાંની એક છે જેનો નેલ્સન જટિલતા સૂચકાંક 118 છે અને તે બંદર ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને કેપ્ટિવ પાવર પ્લાન્ટ દ્વારા પૂરક છે .