શંકરટેકરી વિસ્તારમાંથી 20 નંગ બોટલ મળી આવી: બંને આરોપી ફરાર 

જામનગર મોર્નિંગ - જામનગર    


શહેરમાં રામેશ્વરનગર અને શંકર ટેકરી વિસ્તારમાં બંને જગ્યાએ સ્થાનિક પોલીસે બાતમીના આધારે મકાનમાં દરોડો પાડતા બંને સ્થળોએથી 35 નંગ ઈંગ્લીશ દારૂની બોટલ તેમજ 76 નંગ ચપટા મળી આવતા પોલીસે મુદામાલ કબ્જે કરી આરોપી હાજર ન મળી આવતા ફરાર જાહેર કરી તેની શોધખોળ હાથ ધરી છે. 

મળતી વિગત મુજબ જામનગર શહેરમાં આવેલ રામેશ્વરનગર, વિનાયક પાર્ક વિસ્તારમાં આવેલ નવતન ડેરીની સામે રહેતો ભરત માવજીભાઈ ગુજરાતીના રહેણાંક મકાનમાં સીટી બી પોલીસે બાતમીના આધારે દરોડો કરતા તેના કબ્જા ભોગવટાના મકાનમાંથી ઈંગ્લીશ દારૂની 15 નંગ બોટલ કિંમત રૂ. 7500 અને ઈંગ્લીશ દારૂના ચપટા કિંમત રૂ. 7600 કુલ મળી રૂ. 15,100નો મુદામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી આરોપી હાજર ન મળી આવતા તેને ફરાર જાહેર કરી શોધખોળ હાથ ધરી હતી. 

જયારે શહેરમાં આવેલ શંકરટેકરી વિસ્તારમાં સિધ્ધાર્થ કોલોની શેરી નં. 6 પાસે રહેતો દીપ અનિલભાઈ સોંદરવા નામના શખ્સના રહેણાંક મકાનમાં દરોડો કરતા ઈંગ્લીશ દારૂની 20 નંગ બોટલ કિંમત રૂ. 10,000 મળી આવતા સીટી સી ડિવિઝન પોલીસે ફરાર જાહેર કરી તેની શોધખોળ હાથ ધરી છે.