ક્રૂડ તેલ, કપાસ, કોટન, મેન્થા તેલમાં સાર્વત્રિક સુધારોઃ નેચરલ ગેસ, સીપીઓ, રબરમાં નરમાઈઃ બુલડેક્સ ફ્યુચર્સમાં 223 પોઈન્ટ, મેટલડેક્સ ફ્યુચર્સમાં 518 પોઈન્ટ અને એનર્જી ઈન્ડેક્સ ફ્યુચર્સમાં 419 પોઈન્ટની મૂવમેન્ટ 

જામનગર મોર્નિંગ - મુંબઈ 

દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં 17 થી 23 ડિસેમ્બરના સપ્તાહ દરમિયાન 1,588,247 સોદાઓમાં કુલ રૂ.117,087.41 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓના સૂચકાંક બુલડેક્સના ડિસેમ્બર વાયદામાં 223 પોઈન્ટ, બિનલોહ ધાતુઓના સૂચકાંક મેટલડેક્સના જાન્યુઆરી વાયદામાં 518 પોઈન્ટ અને એનર્જી ઈન્ડેક્સના જાન્યુઆરી વાયદામાં 419 પોઈન્ટની મૂવમેન્ટ રહી હતી.

કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ ખાતે 586,189 સોદાઓમાં કુલ રૂ.30,988.04 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ફેબ્રુઆરી વાયદો 10 ગ્રામદીઠ સપ્તાહના પ્રારંભે રૂ.48,700ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.48,785 અને નીચામાં રૂ.47,975 સુધી જઈ, સપ્તાહનાં અંતે રૂ.494 ઘટી રૂ.48,152ના ભાવે બંધ થયો હતો. સામે ગોલ્ડ-ગિની ડિસેમ્બર કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.285 ઘટી રૂ.38,518 અને ગોલ્ડ-પેટલ ડિસેમ્બર કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.37 ઘટી રૂ.4,788ના ભાવે બંધ થયો હતો.

ચાંદીના વાયદાઓમાં ચાંદી માર્ચ વાયદો 1 કિલોદીઠ સપ્તાહના પ્રારંભે રૂ.62,148 ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.62,489 અને નીચામાં રૂ.61,182 સુધી જઈ, સપ્તાહનાં અંતે રૂ.160 વધી રૂ.62,311 બંધ થયો હતો. ચાંદી-માઈક્રો ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.163 વધી રૂ.62,577 અને ચાંદી-મિની ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.171 વધી રૂ.62,592 બંધ થયો હતો.

એનર્જી સેગમેન્ટમાં એમસીએક્સ ખાતે 514,868 સોદાઓમાં કુલ રૂ.34,124.93 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ જાન્યુઆરી વાયદો સપ્તાહના પ્રારંભે રૂ.5,489ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.5,551 અને નીચામાં રૂ.5,037 સુધી જઈ, સપ્તાહનાં અંતે 1 બેરલદીઠ રૂ.12 વધી રૂ.5,536 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ ડિસેમ્બર વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.11.60 ઘટી રૂ.282.20 બંધ થયો હતો.

કૃષિ કોમોડિટીઝમાં એમસીએક્સ ખાતે 13,540 સોદાઓમાં રૂ.1,567.69 કરોડનાં કામકાજ થયા હતા. કપાસ એપ્રિલ વાયદો 20 કિલોદીઠ સપ્તાહના પ્રારંભે રૂ.1,841ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.1856 અને નીચામાં રૂ.1774.50 સુધી જઈ, સપ્તાહનાં અંતે રૂ.17.50 વધી રૂ.1,842 બંધ થયો હતો. સામે રબર ડિસેમ્બર વાયદો 100 કિલોદીઠ રૂ.17,200ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.17,330 અને નીચામાં રૂ.16,250 સુધી જઈ, સપ્તાહનાં અંતે રૂ.693 ઘટી રૂ.16,570ના ભાવે બંધ થયો હતો. સીપીઓ ડિસેમ્બર કોન્ટ્રેક્ટ 10 કિલોદીઠ રૂ.1,076.80ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.1089 અને નીચામાં રૂ.1055 સુધી જઈ, સપ્તાહનાં અંતે રૂ.5.60 ઘટી રૂ.1069.60 બંધ થયો હતો. મેન્થા તેલના વાયદાઓમાં ડિસેમ્બર કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.7.30 વધી રૂ.976.20 અને કોટન ડિસેમ્બર કોન્ટ્રેક્ટ 1 ગાંસડીદીઠ રૂ.340 વધી રૂ.32,370બંધ થયો હતો.

કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ ખાતે કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં 111,293 સોદાઓમાં રૂ.13,732.35 કરોડનાં 28,426.296 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં 474,896 સોદાઓમાં કુલ રૂ.17,255.69 કરોડનાં 2,778.487 ટનના વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં 216,493 સોદાઓમાં રૂ.18,345.80 કરોડનાં 34,392,500 બેરલ અને નેચરલ ગેસના વાયદાઓમાં 298,375 સોદાઓમાં રૂ.15,779.13 કરોડનાં 548,916,250 એમએમબીટીયૂનો ધંધો થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં કપાસના વાયદાઓમાં 21 સોદાઓમાં રૂ.0.77 કરોડનાં 84 ટન અને કોટનના વાયદાઓમાં 9,778 સોદાઓમાં રૂ.1,111.21 કરોડનાં 345900 ગાંસડી, મેન્થા તેલના વાયદાઓમાં 1,350 સોદાઓમાં રૂ.57.18 કરોડનાં 582.12 ટન, રબરના વાયદાઓમાં 118 સોદાઓમાં રૂ.2.25 કરોડનાં 134 ટનના વેપાર થયા હતા. સીપીઓના વાયદાઓમાં 2,273 સોદાઓમાં રૂ.396.28 કરોડનાં 37,230 ટનનાં કામકાજ થયાં હતાં.

ઓપન ઈન્ટરેસ્ટ સપ્તાહના અંતે એમસીએક્સ ખાતે સોનાના વિવિધ વાયદાઓમાં 13,879.963 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 578.698 ટન, ક્રૂડ તેલમાં 797,900 બેરલ અને નેચરલ ગેસમાં 15,326,250 એમએમબીટીયૂ તેમ કપાસમાં 100 ટન, કોટનમાં 163300 ગાંસડી, મેન્થા તેલમાં 357.48 ટન, રબરમાં 77 ટન, સીપીઓમાં 79,440 ટનના સ્તરે રહ્યો હતો.

ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, સપ્તાહ દરમિયાન એમસીએક્સ ખાતે 18,624 સોદાઓમાં રૂ.1,558.98 કરોડનાં કામકાજ થયાં હતાં, જેમાં બુલડેક્સ વાયદામાં 8,217 સોદાઓમાં રૂ.630.69 કરોડનાં 8,898 લોટ્સ, મેટલડેક્સ વાયદામાં 8,727 સોદાઓમાં રૂ.813.80 કરોડનાં 9,542 લોટ્સ અને એનર્જી ઈન્ડેક્સ વાયદામાં 1,680 સોદાઓમાં રૂ.114.49 કરોડનાં 1,696 લોટ્સના વેપાર થયા હતા. ઓપન ઈન્ટરેસ્ટ સપ્તાહના અંતે બુલડેક્સ વાયદામાં 1,581 લોટ્સ, મેટલડેક્સ વાયદામાં 898 લોટ્સ અને એનર્જી ઈન્ડેક્સ વાયદામાં 158 લોટ્સના સ્તરે રહ્યો હતો. બુલડેક્સ ડિસેમ્બર વાયદો 14,272ના સ્તરે ખૂલી, ઊપરમાં 14,298 અને નીચામાં 14,075ના સ્તરને સ્પર્શી, 223 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 101 પોઈન્ટ ઘટી 14,154ના સ્તરે પહોંચ્યો હતો, જ્યારે મેટલડેક્સ જાન્યુઆરી વાયદો 17,100ના સ્તરે ખૂલી, 518 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 103 પોઈન્ટ વધી 17,197ના સ્તરે પહોંચ્યો હતો. સામે એનર્જી ઈન્ડેક્સનો જાન્યુઆરી વાયદો 5,535ના સ્તરે ખૂલી, સપ્તાહ દરમિયાન ઊપરમાં 5,579 અને નીચામાં 5,160 બોલાઈ, સપ્તાહ દરમિયાન 419 પોઈન્ટની મૂવમેન્ટ સાથે સપ્તાહના અંતે 39 પોઈન્ટ ઘટી 5,535ના સ્તરે બંધ થયો હતો.

ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં એમસીએક્સ ખાતે 329,416 સોદાઓમાં રૂ.26,400.95 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનાના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.2,261.45 કરોડ, ચાંદી તથા ચાંદી-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.216.54 કરોડ અને ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.23,888.80 કરોડનાં કામકાજ થયાં હતાં. બિનલોહ ધાતુઓના કોલ અને પુટ ઓપ્શન્સમાં તાંબાના ઓપ્શન્સમાં રૂ.10 કરોડનાં 140 ટન, નિકલના ઓપ્શન્સમાં રૂ.23 કરોડનાં 148.500 ટન અને જસતના ઓપ્શન્સમાં 10 ટનનાં કામકાજ થયાં હતાં.