રૂ. 2.81 લાખનો મુદામાલ કબ્જે: સીટી સી ડીવીઝન દ્વારા કાર્યવાહી 

જામનગર મોર્નિંગ - જામનગર  


જામનગર શહેરમાં અલગ-અલગ 6 જગ્યાએ ઘરફોડ ચોરી તેમજ 3 નંગ વાહનની ચોરી કરનાર કાયદાથી સંઘર્ષીત કિશોર અને તેના પિતાને ઝડપી લઈ સીટી સી ડીવીઝન પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. તેમજ અન્ય એક મહેસાણા અને એક રાજસ્થાન રાજ્યના શખ્સનું નામ ખુલતા તેની શોધખોળ હાથ ધરી રૂ. 2,81,900નો મુદામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. 

મળતી વિગત મુજબ જામનગર શહેરમાં થયેલ અલગ-અલગ છ જગ્યાએ ઘરફોડ ચોરી તેમજ 3 નંગ વાહનચોરી કરનાર કાયદાથી સંઘર્ષીત કિશોર અને દિલીપસિંગ રણજીતસીંગ ડાંગી નામના શખ્સને સીટી સી ડીવીઝન પોલીસના રવિભાઈ શર્મા, વિજયભાઈ કાનાણી અને હિતેષભાઈ ચાવડાએ બાતમીના આધારે આરોપી શખ્સો સીસીટીવી ફુટેજમાં જોવા મળ્યા છે તેમાંથી એક શખ્સ કાયદાથી સંઘર્ષીત કિશોર શખ્સને ઝડપી લઈ પુછપરછમાં છ ઘરફોડ ચોરી અને અને 3 વાહન ચોરી કર્યાની કબૂલાત કરી હતી અને ચોરીનો માલ પોતાના પિતાને છુપાવવા આપતો હોય તેમ જણાવતા તેના પિતા વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી રૂ. 2,81,900નો મુદામાલ કબ્જે કરી ધોરણસરની કર્યવાહી હાથ ધરી હતી. તેમજ સતપાલસિંગ કપુરસિંગ પ્રતાપસિંગ જુણી (રહે. વડનગર, મહેસાણા) અને રાહુલ ઉર્ફે પંડીતસિંગ બાદલસીંગ બંજારા (ન્યુ શક્તિનગર, ટ્રાન્સપોર્ટ નગર, પાલી, રાજસ્થાન) નામના શખ્સના નામ ખુલતા તેને ફરાર જાહેર કરી શોધખોળ હાથ ધરી હતી.    


આ કાર્યવાહી પીઆઈ કે.એલ. ગાધે, પીએસઆઈ આર.એલ. ઓડેદરા તથા સ્ટાફના હિતેષભાઈ ચાવડા, ધર્મેન્દ્રસિંહ ઝાલા, જાવેદભાઈ વજગોળ, પ્રદીપસિંહ જાડેજા, રવિભાઈ શર્મા, વિજયભાઈ કાનાણી, ફિરોજભાઈ ખફી, હિતેષભાઈ મકવાણા, વિજયભાઈ કારેણા, યુવરાજસિંહ ઝાલા, મહેન્દ્રસિંહ જાડેજા અને પ્રદીપસિંહ રાણા વિગેરે દ્વારા કરવામાં આવી હતી.