જનસંઘના સમયથી હું રાજકીય રીતે જોડાયેલો છું ત્યારથી અત્યાર સુધી આવા લોકો વચ્ચે રહેતા અને લોકોને પોતાના લાગે એવા હકુભા જાડેજા જેવા ધારાસભ્ય બહુ ઓછા જોયા છે : પૂર્વ શહેર ભાજપ પ્રમુખ અશોકભાઈ નંદા 

અશોકભાઈ ભટ્ટની કાર્યશૈલી જેવી હકુભાની કાર્યશૈલી છે, ધારાસભ્યની સહજતા અને જાગૃતતાને બિરદાવું છું : પૂર્વ મેયર દિનેશભાઈ પટેલ 

ધારાસભ્યના વાર્ષિક હિસાબ પધ્ધતિ અને લોકદરબારને આવકારું છું: શહેર ભાજપ અધ્યક્ષ ડો. વિમલભાઈ કગથરા 

જામનગર મોર્નિંગ - જામનગર 


જામનગર 78 વિધાનસભા વિસ્તારના મતદારોને એક વર્ષ દરમ્યાન કરવામાં આવેલા વિકાસના કામોનો હિસાબ આપવા અને આ વિસ્તારના રહેવાસીઓની સમસ્યાને સાંભળવા માટે છેલ્લા 9 વર્ષથી સતત લોકદરબાર અને સ્નેહમિલનનું આયોજન ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા) દ્વારા કરવામાં આવે છે જેમાં વોર્ડ નં. 1 અને 2ના આવરી લેતો લોકદરબાર યોજાયો હતો. આ લોકદરબારમાં આ વિસ્તારના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા)ની આ કાર્યપધ્ધતિને ભાજપના અનેક મહાનુભાવોએ બિરદાવી હતી અને પ્રજા સાથે સીધો સંવાદ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા) કરેલ હતો. 


આ લોકદરબારના કાર્યક્રમમાં શહેર ભાજપના પૂર્વ અધ્યક્ષ વકીલ અશોકભાઈ નંદાએ તેની આગવી શૈલીમાં ધારાસભ્યની કાર્યપધ્ધતિને બિરદાવી હતી. તેઓએ લોકો સાથે જિવન સંપર્ક રાખનાર ધારાસભ્યની આગવી સુજને આવકારેલ હતી. હકુભા જાડેજા જેવા લોકપ્રતિનિધી ભાગ્યે જ જોવા મળે કે જેમાં સહજતા અને સજનતાનો સમન્વય હોય. તેઓએ જનસંઘ થી લઈને ભાજપ સુધીમાં આ પ્રકારે ધારાસભ્ય તરીકે કાર્યરત રહેનાર ધારાસભ્ય રહેનાર હું હકુભા જાડેજાને જોઈ રહ્યો છું.


આ કાર્યક્રમમાં પૂર્વ મેયર દિનેશભાઈ પટેલએ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા) આ લોકદરબારના કાર્યક્રમને આવકારતા જણાવ્યું હતું કે રાજકારણમાં હોવા છતાં તેઓ સામાજીક જવાબદારીઓ પણ અદા કરી રહ્યા છે. તેઓએ ભાજપના સ્વ. અશોકભાઈ ભટ્ટ માજી મંત્રીની કાર્યશૈલીની જેમ જ હકુભા જાડેજા અનેરા કામો અને પ્રશ્નો ઝડપભેર ઉકેલે છે. જામનગર શહેર ભાજપ અધ્યક્ષ ડો. વિમલભાઈ કગથરાએ લોકદરબારમાં સંબોધન કરતા જણાવ્યું હતું કે લોકોના નાનામાં નાના પ્રશ્નને સાંભળી તેના ઉકેલ માટે સદાઈ તત્પર રહેનાર ધારાસભ્ય દૈનિક પોતાની ઓફિસમાં સંપર્ક કરીને લોકદરબારથી વિશેષ કાર્ય કરી રહ્યા છે. જામનગર 78ના મતદારો માટે ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા) રાજકીય ક્ષેત્રની સાથે-સાથે સામાજીક ક્ષેત્રે પણ સારી એવી સેવા કરે છે તેને હું બિરદાવું છું. વોર્ડ નં. 1 અને 2માં ભાજપના આગેવાનો કાર્યકરો તેમજ ભાજપની વિચારધારા સાથે જોડાયેલા અનેક લોકો સાથે સંખ્યામાં આ વિસ્તારના લોકો ઉપસ્થિત રહ્યા છે તે જાગૃતતા બતાવે છે. 


જામનગર 78ના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા(હકુભા)એ તેની આગવી શૈલીમાં લોકદરબારને લઈને લોકોને વચ્ચે જઈ તેની સમસ્યા કેમ ઝડપભેર ઉકેલ આવે તે મારો જીવનમંત્ર બનાવ્યો છે. મારી પાસે જે પ્રશ્ન આવે છે તેમાંથી વધુમાં વધુ પ્રશ્નનો ઉકેલ આવે તેવા તમામ પ્રયાસો મારા તરફથી હોય છે. ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા(હકુભા)એ વિકાસ અને ગ્રાન્ટના કામો અંગે હિસાબ આપતા જણાવ્યું હતું કે છેલ્લા 1 વર્ષ દરમ્યાન વોર્ડ નં. 1 અને 2માં જુદા-જુદા વિકાસ કામો માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવેલ છે જેમાં સી.સી. રોડ અને સી.સી. બ્લોક સહિતના કામો કરાવેલ છે. આ લોકદરબારના કાર્યક્રમમાં વોર્ડ નં. 1 અને 2ના લોકો દ્વારા લેખીત મૌખીક પ્રશ્નો રજૂ કરેલ હતી જેઓ તાકીદે ઉકેલ લાવવાની ખાત્રી ધારાસભ્ય હકુભા જાડેજાએ આપી હતી. 


ખાસ કરીને લોકદરબાર સમયે આ વિસ્તારનું પ્રદુષણ અંગેના પ્રશ્નને લઈને જે રજુઆત આ વિસ્તારના રહેવાસીઓ દ્વારા કરવામાં આવી છે તેના ઉકેલ માટે મહાનગરપાલિકા કમિશનર, પ્રદુષણ નિયત્રંણ બોર્ડના અધિકારી તથા સ્થાનિક અધિકારીઓને સાથે રાખી આ પ્રશ્નનો દૂર થાય તેવા મારા પ્રયાસો હશે. આ પ્રશ્નને કોઈ રાજકીય રીતે કોઈ પ્રતિનિધિએ જોવાને બદલે પ્રજાના પ્રશ્ન તરીકે જોવો જોઈએ. 

આ કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન પૂર્વ મેયર ધર્મેન્દ્રસિંહ ઝાલાએ કર્યું હતું અને શહેર ભાજપ મહામંત્રી મેરામણભાઈ ભાટુએ કાર્યક્રમની રૂપરેખા આપેલ હતી. આ કાર્યક્રમમાં જામનગર મહાનગરપાલિકાના મેયર બીનાબેન કોઠારી, કોર્પોરેટર જયેન્દ્રસિહ ઝાલા, જયરાજસિંહ જાડેજા, ડિમ્પલબેન રાવલ, કિશનભાઈ માડમ, સુભાષભાઈ જોષી, મુકેશભાઈ માતંગ, શહેર ભાજપ મંત્રી દિલીપસિંહ કંચવા, દયાબેન પરમાર, ઉપપ્રમુખ હેમલભાઈ ચોટાઈ(વકીલ), રાજુભાઈ યાદવ, શહેર ભાજપ મહિલા મોરચા પ્રમુખ રીટાબેન જોટંગીયા, ધારાબેન પરમાર, રેખાબેન વેગડ, વોર્ડ નં. 1ના પ્રમુખ અકબર કકડ, વોર્ડ નં. 2ના પ્રમુખ પ્રજ્ઞેશભાઈ ભટ્ટ, પૂર્વ કોર્પોરેટર ઉમરભાઈ ચમડીયા, અનવરભાઈ સંઘાર, દિલીપસિંહ જાડેજા, ભારતીબા સોઢા, જનકબા જાડેજા, આલાભાઈ રબારી, માજી સૈનીક મંડળ પ્રમુખ ભરતસિંહ જાડેજા, અનિલભાઈ બાબરીયા, દિલીપ મામા, મારખીભાઈ વસરા, સુરૂભા ઝાલા, પી.ડી. રાયજાદા, ઉર્મિલાબેન ઉમરાણીયા, રાજેન્દ્રસિંહ જાડેજા, સી.એમ. જાડેજા, ગુલાબસિંહ જાડેજા, તેમજ આ વિસ્તારના સીનીયર સીટીઝનો તથા આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમની આભારવિધિ શહેર ભાજપ મહામંત્રીશ્રી પ્રકાશભાઈ બાંભણીયાએ કરી હતી.