જામનગર મોર્નિંગ - જામનગર
કાલાવડ તાલુકાના મોટી માટલી ગામે રહેતા યુવાનને પતિ-પત્ની અને એક શખ્સ દ્વારા કામ કરવા ન આવવાની બાબતે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી વિગત મુજબ કાલાવડ તાલુકાના મોટી માટલી ગામે રહેતા રજાકભાઈ ઉર્ફે ટીટો કારાભાઈ ભપુટીયા નામનો યુવાન વિનુભાઈ દેવશીભાઈ પરમાર અને કનુભાઈ દેવશીભાઈ પરમારને ઈંટોનો ભઠ્ઠો હોય અને જેમાં રજાકભાઈ કામ કરવા ન જતા હોય તે બાબતનું વિનુભાઈ અને કનુભાઈને વેર હોય જેથી રજાકભાઈને મનફાવે તેમ ગાળો આપી લાકડાના ધોકા વડે માર મારી માથાના ભાગે ટાંકાની ઈજા પહોંચાડી તેમજ કનુભાઇએ વાંસના ભાગે ધોકા વડે માર મારી તેમજ વિનુભાઈની પત્ની પાર્વતીબેને પણ ઢીંકા પાટુ વડે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા રજાકભાઈએ કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રણેય આરોપી વિરુધ્ધ આઇ.પી.સી. કલમ- ૩૨૪,૩૨૩,૫૦૪,૫૦૬(૨),૧૧૪ તથા જી.પી.એક્ટ ૧૩૫(૧) મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
0 Comments
Post a Comment