જામનગર મોર્નિંગ - જામનગર 

જામનગર સાંઢીયા પુલ સરદારનગર ખાતેથી ઘરની બહાર પાર્ક કરેલ મોટરસાયકલ કોઈ અજાણ્યો શખ્સ ચોરી કરી લઈ જતા સીટી સી ડિવીઝનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

મળતી વિગત મુજબ જામનગરમાં સાંઢીયા પુલ પાસે સરદારનગર શીવ ટેનામેન્ટ બ્લોક નંબર 6 ખાતે રહેતા હિરેનભાઈ જેન્તીભાઈ સંચાણીયા નામના યુવાનનું મોટરસાયકલ જીજે 10 સીક્યુ 0856 નંબર કિંમત રૂ. 40,000 ઘરની બહાર પાર્ક કરેલ હોય અને કોઈ અજાણ્યો શખ્સ ત્યાંથી ચોરી કરી લઈ જતા હિરેનભાઈએ સીટી સી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે અજાણ્યા શખ્સ વિરુધ્ધ ફરિયાદ નોંધી શોધખોળ હાથ ધરી છે.