જામનગર મોર્નિંગ - ભાણવડ : ૨૫ ડિસેમ્બરથી ભુચરમોરી શહિદ સ્મારક , ધ્રોલ ખાતે અખિલ ગુજરાત રાજપુત યુવા સંઘ દ્વારા શૌર્યકથા સપ્તાહનું આયોજન કરવામાં આવેલ છે . રાજપુતોના શૌર્ય અને સાહસ , ખુમારી અને ખાનદાની , બલિદાનો અને આશરા ધર્મ સહિતની ઐતિહાસિક ધરોહરને આ કથાના માધ્યમથી આજની પેઢીને અવગત કરવાનું ભગીરથ કાર્ય સૌપ્રથમ વખત કરવામાં આવેલ છે જેમા ગુજરાતના રાજપુતોની સાથે સાથે અન્ય રાજ્યના તેમજ વિદેશ વસતા રાજપુત પરિવારો પણ ઉત્સાહભેર પધારી રહ્યા છે ત્યારે પુર્વજોના ઈતિહાસની ઝાંખીનું કથા શ્રવણ કરવા ભાણવડ તાલુકાના રાજપુત ભાઈઓ બહેનોને પણ પધારવા રાજપુત સમાજના પ્રમુખ વિજયસિંહ વાળાએ આહવાન કરેલ છે . શૌર્યકથા તા.૨૫-૧૨ થી શરૂ થઈ ૩૧-૧૨ ના રોજ સમાપ્ત થશે . અનેક સંતો કથામાં મહંતો , સામાજિક - રાજકીય મહાનુભાવો તેમજ દાતાશ્રીઓ પણ હાજર રહેશે .