જામનગર મોર્નિંગ - જામનગર 

જામનગર જિલ્લામાંથી ચાર શખ્સને સ્થાનિક પોલીસે નશો કરેલી હાલતમાં પોતાનું વાહન ચલાવી બારે રખડતા શખ્સોને ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. 

મળતી વિગત મુજબ જોડીયાના બાદનપર પાટાવાળા હનુમાનજી મંદીર પાસેથી જીતેન્દ્ર પ્રેમજીભાઈ અંગચાણીયા નામનો શખ્સ પોતાનું મોટરસાયકલ જીજે 10 ડીએચ 5944 નશો કરેલી હાલતમાં લઈને નીકળતા પોલીસે તેને ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી હતી. 

જયારે દરેડમાં આવેલ પોલીસ ચોકીની સામેથી આકાશ વિનોદભાઈ નડીયાપરા નામનો શખ્સ પોતાનું નંબર પ્લેટ વગરનું મોટરસાયકલ લઈ નશો કરેલી હાલતમાં નીકળતા પોલીસે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. 

ઉપરાંત કાલાવડ-બાલંભડી રોડ ગણેશનગર પાસેથી મયુર મગનભાઈ ડાંગર નામનો શખ્સ પોતાની ઓટો રીક્ષા નંબર જીજે 10 ટીડબ્લ્યુ 7749 નશો કરેલી હાલતમાં પૂરઝડપે ચલાવી નીકળતા પોલીસે તેની અટકાયત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. 

અને કાલાવડના આણદપર ચેક પોસ્ટ પાસેથી લક્કીરાજસિંહ જીતેન્દ્રસિંહ જાડેજા નામનો શખ્સ પોતાનું મોટરસાયકલ નંબર જીજે 03 સીએલ 9762 નશો કરેલી હાલતમાં લઈને નીકળતા પોલીસે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.