• દીકરાએ ફરાર પિતાનું મરણ પ્રમાણપત્ર પણ મેળવી લીધું હતું !

જામનગર મોર્નિંગ - ભાણવડ : ભાણવડ પોલીસ સ્ટેશનના વર્ષ 1985ના હત્યાંના ગુનાનો આરોપી 1994 એટલે 28 વર્ષથી જેલ માંથી પેરોલ રજા પર આવ્યા બાદ હાજર થયેલ ના હતો ત્યારથી સતત ફરાર હતો દરમિયાન તેના પુત્રએ આરોપી મૃત્યુ પામ્યાનું મરણ પ્રમાણપત્ર પણ મેળવી લીધું હતું.. અને પોલીસને બાતમી મળી કે ભરૂચના ગ્રામીણ વિસ્તારમાં આરોપી ખેત મજૂરી કરે છે ત્યાંથી આરોપીને પોલીસએ પોણા ત્રણ દાયકે શોધી લીધો છે.


બનાવની વિસ્તૃત વિગત મુજબ ભાણવડ પો.સ્ટે. ફ.ગુ.ર.નં. ૧૭૯/૧૯૮૫ ઇ.પી.કો. કલમ ૩૦૨, ૪૪૭ મુજબના ગુનાના સેશન્સ કેસ નં. ૪૮/૧૯૮૬ મુજબના કેસમાં એડી. સેશન્સ કોર્ટ – જામનગર નાઓએ પાકા કામના કેદી નં. – ૩૦૭ માલદેભાઇ જીવાભાઇ સગર રહે. પાછતર ગામ, તા.ભાણવડ, જિ. દેવભૂમિ દ્રારકાવાળાઓને તા.૩૦/૧૨/૧૯૮૬ ના રોજ આજીવન કેદની સજા ફરમાવેલ. જેમાં પાકા કામના કેદીને જામનગર જીલ્લા જેલથી મધ્યસ્થ જેલ, સાબરમતી – અમદાવાદ ખાતે મોકલી આપેલ. તે પછી તા.૨૯/૦૮/૧૯૯૪ થી ઓપન જેલ, અમરેલી ખાતે રાખેલ હતા. મજકુર કેદીને તા.૦૩/૦૫/૧૯૯૪ થી ફર્લો રજા પર મુકત કરવામાં આવેલ અને ફર્લો રજા પરથી તા.૧૮/૦૫/૧૯૯૪ ના જેલ ખાતે પરત હાજર થવાનું હતુ. પરંતુ હાજર થયેલ ન હતા. પાકા કામના કેદી નં. ૩૦૭ માલદેભાઇ જીવાભાઇ સગર રહે. પાછતર ગામ, તા.ભાણવડ વાળા ફર્લો રજા પરથી ફરાર થઇ ગયેલ...... તેના સામે સને- ૨૦૧૦ ની સાલમાં નામદાર કોર્ટમાં સી.આર.પી.સી. કલમ ૭૦ મુજબનું ધરપકડ વોરંટ પણ મેળવેલ. આમ, સંયુકત જામનગર જીલ્લા પોલીસ દ્રારા બાદ દેવભૂમિ દ્રારકા જીલ્લા પોલીસ દ્રારા છેલ્લા ૨૭ વર્ષથી પકડી પાડવા અથાગ પ્રયત્નો કરેલા પરંતુ પાકા કામના કેદી મળી આવેલ ન હતા. 


રાજકોટ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી સંદીપસીહ સાહેબ દ્રારા લાંબા સમયથી ફરાર કેદીઓને પકડી પાડવા સુચના કરેલ. જે અનુસંધાને આ પાકા કામના કેદીને પકડવો તે એક પોલીસ માટે ચેલેન્જ થઇ ગયેલ અને ૨૭ વર્ષનો સમયગાળો થયેલ હોવાથી તેનો ફોટો કે અન્ય ઓળખની માહીતી ન હોવાથી દેવભૂમિ દ્રારકા જિલ્લમાં પોલીસ વડાશ્રી સુનીલ જોષી સાહેબ દ્રારા આવા કેદીઓને પકડી પાડવા તેના ઉપર એલ.સી.બી. ટીમોને હાર્ડ–વર્ક કરાવી તેના વીશે સંપુર્ણ માહીતી સબંધે કામગીરી કરાવેલ. એલ.સી.બી. – દેવભૂમિ દ્રારકા ના પોલીસ ઇન્સપેકટરશ્રી જે.એમ.ચાવડા નાઓએ પો.સ.ઇ.શ્રી એસ.વી.ગળચર તથા એલ.સી.બી./પેરોલ ફર્લો ટીમના સ્ટાફને કામગીરી કરવા પુરતુ માર્ગદર્શન આપી અથાગ મહેનત ચાલુ કરાવેલ. 


             આ પાકા કામના કેદી નં. - ૩૦૭ માલદેભાઇ જીવાભાઇ સગર રહે. પાછતર ગામ, તા.ભાણવડ વાળાની ઘરે તથા આ વીસ્તારમાં અવાર નવાર પેટ્રોલીંગ ફરી માહીતી એકઠી કરતા જાણવા મળેલ કે, પાકા કામના કેદીના દીકરા હમીરભાઇ માલદેભાઇ ગોરફાડ સગર રહે. પાછતર તા. ભાણવડ નાઓએ નામદાર જયુ.ફ.ક. મેજિ. શ્રીની કોર્ટ – ભાણવડમાં કાર્યવાહી કરી મરણનો દાખલો મેળવવા તજવીજ કરી તા.૨૩/૦૯/૨૦૧૭ ના ફરાર કેદીનો મરણનો દાખલો પણ કઢાવી તેની ૧૭ વીઘા ખેતીની જમીન ની તેની માતા લાડુબેન અને હમીરભાઇ ના નામે વારસાઇ મિલ્કત પણ કરાવી લીધેલ હતી. આ તમામ માહીતી એકઠી કરી પો.સ.ઇ. શ્રી એસ.વી.ગળચર નાઓએ હયુમન શોર્સીસથી હકીકત મેળવેલ કે, હાલમાં સારંગપુર, અમરાવતી નદીના કાઠે, કણબી પટેલની વાડી તા. અંકલેશ્વર જિ. ભરૂચ ખાતે ખેતમજુરી કામ કરે છે. તેવી ચોકકસ હકીકત આધારે પો.સ.ઇ. શ્રી એસ.વી.ગળચર તથા પેરોલ – ફર્લો સ્કોડ એ.એસ.આઇ. કેશુરભાઇ એલ. ભાટીયા, હેડ કોન્સ. જીતુભાઇ મેરામણભાઇ હુણ, ડ્રાઇવર એ.એસ.આઇ. ધર્મેન્દ્રસીહ ગુલાબસીહ ચુડાસમા નાઓ ટીમ વર્ક થી ભરૂચ જીલ્લાના અંકલેશ્વર વીસ્તારમાં સારંગપુર, અમરાવતી નદીના કાઠેની વાડીઓમાં સતત બે દીવસ સુધી વોલ્ટ રહીને અમરાવતી નદીના કાંઠા વીસ્તારમાં પટેલની અનેક વાડીઓમાં તપાસ કરતા એક ઇસમ થોડી થોડી સૌરાષ્ટ્રની ભાષા બોલેલ તે અંદાજે તેની પુછતાછ કરી જેલથી મેળવેલ રેકર્ડની શરીર પરના નિશાનો ચેક કરતા સમાન નીશાનોઓ મળી આવતા લાંબી પુછતાછ બાદ છેલ્લા ૨૭ વર્ષથી ફર્લો રજા ફરારી પાકા કામના કેદી નં. ૩૦૭ વાળા માલદેભાઇ ઉર્ફે ગોપાલદાદા ઉર્ફે માવજીભાઇ સન/ઓ જીવાભાઇ કાનાભાઇ ગોરફાડ જાતે-સગર ઉવ આશરે ૭૦ વર્ષ ધંધો – ખેત મજુરીકામ રહે. હાલ સારંગપુર, અમરાવતી નદીના કાઠે, કરશનભાઇ ભીમજીભાઇ પાદરીયા કણબી પટેલની વાડી તા. અંકલેશ્વર જિ. ભરૂચ મૂળ – પાછતર તા. ભાણવડ જિ. દેવભૂમિ દ્રારકાવાળા મળી આવેલ. તેને સારંગપુર, તા. અંકલેશ્વર ખાતેથી મળી આવેલ. તેની પુછપરછ કરતા તેણે જણાવેલ કે, 

            પાકા કામના કેદીની ફર્લો રજા પુરી થતા પરત જેલમાં જવાનું મન ન થતા ત્યાંથી નાશી જઇ પોરબંદરથી બસમાં રાજકોટ ત્યાંથી ટ્રેનમાં બેસી વડોદરા ગયા. વડોદરા રેલ્વે સ્ટેશન પર ત્રણ – ચાર વર્ષ સુધી મજુરી કામ કરેલ. પછી ત્યાંથી ભરૂચ જીલ્લના હાશોટ શહેરમાં રામનગર વીસ્તારમાં રોકાયેલ અને કડીયાકામની મજુરીકામ કરતા હતા. આ દરમીયાન તેની સાથે મજુરી કામ કરતા સોમીબેન કોળી પટેલ સાથે સંપર્કમાં આવેલ. તેની સાથે રહેવા લાગેલા. હાશોટમાં ૧૦ વર્ષ સુધી રહેલ તે પછી સારંગપુર, અમરાવતી નદીના કાઠે કરશનભાઇ પટેલની વાડીમાં ખેતમજુરી કામ રાખી સોમીબેન સાથે આજદીન સુધી સીમ વીસ્તારમાં રહેલનું જણાવેલ. તેનું આજથી ચાર પાચ વર્ષ પહેલા એકસીડન્ટ થયેલ આ વખતે તેને હાસડીમાં અને ડાબા પડખામાં લાગેલ આ વખતે તેનો દીકરો હમીર અંકલેશ્વર આવેલ. અને પૈસા આપી ગયેલ હતો. ફરાર થયા બાદ તેનો બીજો દીકરા મનસુખનું અવસાન થયેલ ત્યારે પાછતર ગયેલ તે પછી બે વખત પાછતર ગામે ગયેલ હોવાનું જણાવેલ. ફરાર થયેલ દરમીયાન ગોપાલભાઇ અને માવજીભાઇ જીવણભાઇ સાગર ના ખોટા નામ ધારણ કરેલ હતા. તેમ જણાવેલ. 

           આમ, છેલ્લા ૨૭ વર્ષથી પોલીસ ની પકડથી દુર રહી, પોલીસની સાથે સંતાકુકડી રમતા હોશીયાર કેદીને આખરે સારંગપુર, અમરાવતી નદીના કાઠે, કરશનભાઇ ભીમજીભાઇ પાદરીયા કણબી પટેલની વાડીથી પકડી પાડી અત્રે ખંભાળીયા લઇ આવી કોવીડ – ૧૯ ની કાર્યવાહી કરાવી. પોલીસ પાર્ટી સાથે અમરેલી ઓપન જેલ ખાતે આગળની સજા ભોગવવા મોકલી આપેલ.

કામગીરી કરનાર ટીમ :


આ કાર્યવાહીમાં એલ.સી.બી પી. આઈ. જે.એમ.ચાવડા, પી. એસ. આઈ. એસ.વી.ગળચર, એ. એસ. આઈ. કેશુરભાઇ લખમણભાઇ ભાટીયા, વિપુલભાઇ મેરામભાઇ ડાંગર, ભરતભાઇ પીઠાભાઇ ચાવડા, ધર્મેન્દ્રસીહ ગુલાબસીહ ચુડાસમા, હેડ કોન્સ. જીતુભાઇ મેરામણભાઇ હુણ, લાખાભાઇ મેરામણભાઇ પીંડારીયા જોડાયા હતા