સપ્લાયરની શોધખોળ હાથ ધરી 

જામનગર મોર્નિંગ - જામનગર 
જામનગર ભોંયવાડા પખાલીવાડમાં વિસ્તારમાં રહેણાંક મકાનમાં દરોડો કરી ઈંગ્લિશ દારૂની 22 નંગ બોટલ સાથે એક શખ્સને ઝડપી લઈ સપ્લાયરની શોધખોળ હાથ ધરી છે. 
મળતી વિગત મુજબ જામનગર ભોંયવાડા પખાલીવાડમાં રહેતો અમિત મુકેશ રાઠોડ નામના શખ્સના રહેણાંક મકાને દરોડો પાડી રૂ. 11,000ની કિંમતની 22 બોટલ ઈંગ્લિશ દારૂ ઝડપી લઈ દારૂ સપ્લાય કરનાર ઈમરાન શેખ (રહે. કિશાન ચોક) નામના શખ્સને ફરાર જાહેર કરી શોધખોળ હાથ ધરી છે.
આ કાર્યવાહી પીઆઈ એમ.બી. ગજ્જર, પીએસઆઈ બી.એસ. વાળા તથા સ્ટાફના રવિરાજસિંહ એ. જાડેજા, મહિપાલસિંહ જાડેજા, દેવાયતભાઈ કાંબરીયા, સુનીલભાઈ ડેર, રવીન્દ્રસિંહ પરમાર, શિવરાજસિંહ રાઠોડ, વિક્રમસિંહ જાડેજા, શૈલેષભાઈ ગઢવી, રવિરાજસિંહ જાડેજા, રૂષીરાજસિંહ જાડેજા અને રવીભાઈ શર્મા દ્વારા કરવામાં આવી હતી.