નગરના બે શખ્સ ઝડપાયા: રૂ. 9.22 લાખનો મુદામાલ રિકવર

જામનગર મોર્નિંગ - જામનગર 


જામનગર શહેરના ખોડીયાર કોલોની વિસ્તાર પાસેથી જામનગર એલસીબીએ 2 શખ્સને ઝડપી લઈ જામનગર - રાજકોટમાં થયેલ 23 ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી રૂ. 9.22 લાખનો મુદામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. 

મળતી વિગત મુજબ જામનગર લોકલ ક્રાઈમ બ્રાંચને પોકેટ કોપની  મદદથી ખોડીયાર કોલોની પાસેથી દિલીપભાઈ તલાવડીયા, હીતેન્દ્રસિંહ જાડેજા, સંજયસિંહ વાળા, ભગીરથસિંહ સરવૈયા અને અજયસિંહ ઝાલાએ પોકેટ કોપની મદદથી અર્જુન રાહુલ ભાટ અને બાદલ રાહુલ ભાટ નામના શખ્સને જીજે 10 સીએસ 2130 નંબરની ચોરાઉ મોટરસાયકલ સાથે ઝડપી લઈ પુછપરછ હાથ ધરતા આરોપીના રહેણાંક મકાન ખોડીયાર કોલોની, મયુર નગર, પ્રજાપતિ વાડીમાં તલાસી લેતા સોના, ચાંદીના દાગીના, ઘડિયાળ તથા રોકડ રકમ અને ઘરફોડ ચોરી કરવાના સાધનો મળી આવતા રાજકોટ તથા જામનગરમાં કરેલ 23 ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી રૂ. 9,22,300નો મુદામાલ કબ્જે કર્યો હતો.

રીકવર માલ તેમજ શોધાયેલા ગુનાઓ

સોનાના દાગીના 204 ગ્રામ રૂ. 5,33,000, ચાંદીના દાગીના 4 કિલો 980 ગ્રામ રૂ. 2,20,300, રોકડ રકમ 82,000, એક નંગ મોટરસાયકલ કિમંત રૂ. 25,000, ઈમીટેશન જવેલરી, પાંચ નંગ મોબાઈલ ફોન, 25,000, ઘડિયાળ 21 નંગ કિંમત રૂ. 10,500, ગુનામાં ઉપયોગમાં લેવાયેલ મોટરસાયકલ, અન્ય દેશોની 19 નંગ ચલણી નોટો અને ઘરફોડ ચોરીના ઉપયોગમાં લેવાયેલ હથિયાર તમામ માલ રિકવર કર્યો હતો.

તેમજ ચાર સીટી સી અને ત્રણ સીટી બી ડીવીઝનના ગુનાઓ શોધ્યા હતા અને છ મહિનામાં રાજકોટ શહેરના સંતકબીર રોડ, અંકુર મેઈન રોડ, નાના મોવા, કોઠારીયા સોલવન્ટ જગ્યાએ ચોરીઓ આચરી હતી.

આ કાર્યવાહી પીઆઈ જે.વી. ચૌધરી, પીએસઆઈ આર.કે. કરમટા, એસ.પી. ગોહિલ તથા સ્ટાફના માંડણભાઈ વસરા, સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, અશોકભાઈ સોલંકી, નાનજીભાઈ પટેલ, ભગીરથસિંહ સરવૈયા, હીરેધભાઈ વરણવા, દિલીપભાઈ તલાવડિયા, શરદભાઈ પરમાર, યશપાલસિંહ જાડેજા, હિતેન્દ્રસિંહ જાડેજા, દોલતસિંહ જાડેજા, ફિરોજભાઈ ખફી, શીવભદ્રસિંહ જાડેજા, વનરાજભાઈ મકવાણા, ધાનાભાઈ મોરી, નિર્મળસિંહ જાડેજા, ઘનશ્યામભાઈ ડેરવાળીયા, યોગરાજસિંહ રાણા, કિશોરભાઈ પરમાર, અજયસિંહ ઝાલા, રાકેશભાઈ ચૌહાણ, ધર્મેન્દ્રસિંહ જે. જાડેજા, બળવંતસિંહ પરમાર, સુરેશભાઈ માલકિયા, ભારતીબેન ડાંગર, ધર્મેન્દ્રસિંહ જાડેજા, દયારામ ત્રિવેદી વિગેરે દ્વારા કરવામાં આવી હતી.