વોર્ડ નંબર 5 અને 6માં કરશનભાઈને લતાવાસીઓએ ઉષ્માભેર આવકાર્યા

જામનગર મોર્નિંગ - જામનગર


78- જામનગર ઉત્તરના આમ આદમી પાર્ટીના ઉમેદવાર કરશનભાઈ કરમુરને મત વિસ્તારના દરેક વોર્ડમાં વ્યાપક જનસમર્થન મળી રહ્યું છે. કરશનભાઈએ અનેક વોર્ડમાં મીટીંગ તેમજ લોકસંપર્ક કરી કાલે વોર્ડ નંબર 5 અને 6માં વિજય સંકલ્પ બેઠક યોજી હતી.

વેલનાથનગર અને નંદનવન વિસ્તારોમાં બેઠક યોજી લોકોને સાંભળ્યા ત્યારે અનેક લોકોએ મોંઘવારી અને રોજગારીનો પ્રશ્ન ઉઠાવ્યો અને ચાલુ સરકારથી ત્રસ્ત થઈ ગઈ હોય તેવી રજૂઆત કરતા કરશનભાઈ એ આમ આદમી પાર્ટીની ગેરંટી વિશે જણાવી ફ્રી વીજળી, દસ લાખ રોજગારી તેમજ સારુ શિક્ષણ આપવાની ગેરંટી આપી અને ઉપસ્થિત તમામ લોકોએ કરશનભાઈને વિજય બનાવવા સંકલ્પ લીધો અને બહોળી સંખ્યામાં લોકો આમ આદમી પાર્ટીમાં જોડાયા.

તેમજ પંજાબના આમ આદમી પાર્ટીના આગેવાનો, જામનગર શહેરના આગેવાનો તેમજ કાર્યકર્તાઓએ સાથે મળી તમામ વોર્ડમાં એલઈડી સ્ક્રીન મારફતે દિલ્હીનું શિક્ષણ અને સરકારી હોસ્પિટલ વિશે જાણકારી આપી ગુજરાતને પણ સ્વચ્છ અને ભ્રષ્ટાચાર મુક્ત બનાવવાની ગેરંટી આપી હતી ત્યારે લોકોએ પણ આમ આદમી પાર્ટીને મત દેવાનો સંકલ્પ કર્યો હતો.