સીટી એ સર્વેલન્સ ટીમ દ્વારા કાર્યવાહી: એક શખ્સની શોધખોળ

જામનગર મોર્નિંગ - જામનગર 


જામનગરમાં ભોઈવાડામાં રહેતા કોન્ટ્રાક્ટર પાસેથી એક લાખની ખંડણી માંગી હથિયારના ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપતા ઈકબાલ બાઠીયો તથા તેના સાગરિત સહિત ચાર શખ્સોને ઝડપી લઈ એક શખ્સને ફરાર જાહેર કરી શોધખોળ હાથ ધરી સીટી એ ડિવિઝન પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી વિગત મુજબ ભોઈવાડામાં રહેતા સંજયભાઈ છગનલાલ ચુડાસમા નામના પ્રોઢ કોન્ટ્રાક્ટરનુ કામ કરતા હોય અને આ કામ ચાલુ રાખવું હોય તો રૂ. એક લાખની ખંડણી નામચીન શખ્સ ઈકબાલ ઉર્ફે બાઠીયો ઉમર નાયકે માંગી હોય નઈ આપે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હથિયારના કેસમાં કે કોઈ બીજા કેસમાં ફસાવી દેવાની અવાર નવાર ધમકી આપતો હોય અને રૂપિયા દેવાની ના પાડતાં ઈકબાલ તેની સાથે ચાર શખ્સોએ ફરિયાદીના ઘરે પત્નીને મીઠાઈના બોક્સમાં હથિયાર તેમજ ત્રણ જીવતા કારતુસ આપી ગયાની ફરિયાદ સીટી એ ડીવીઝનમાં નોંધાઈ હતી.

ત્યારબાદ સીટી એ ડીવીઝન પોલીસ દ્વારા અલગ અલગ જગ્યાના સીસીટીવી ફુટેઝ ચેક કરતા બે મોટરસાયકલમાં ઈકબાલ બાઠીયો તેમજ તેની સાથે ચાર અજાણ્યા શખ્સો નજરે પડતાં વધુ તપાસ હાથ ધરતા બાતમીના આધારે સિકંદર ઉર્ફે ડાડો ઈસાક હાલાણી (રહે. નૂરી પાર્ક), હિમાંશુ ઉર્ફે કાનો નરેશ પરમાર (રહે. ગુરુદ્વાર ચોકડી), રમેશ ઉર્ફે ગોખરી દેવજી મકવાણા (રહે. નાગેશ્વર રોડ) અને વિરલ શુક્લ (રહે. વસંત વાટિકા) શખ્સોમાં વિરલ સિવાયના ચાર શખ્સો જીજે 10 બીકે 7330 અને જીજે 10 સીજે 1637 નંબરની મોટરસાયકલમાં વાઘેરવાડા તરફ આવતા હોય ત્યારે વોચમાં રહી ઝડપી લઈ વિરલને ફરાર જાહેર કરી શોધખોળ હાથ ધરી છે.

આ કાર્યવાહી પીઆઈ એમ.બી. ગજ્જર, પીએસઆઈ બી.એસ. વાળા તથા સ્ટાફના દેવાયતભાઈ કાંબરીયા, મહીપાલસિંહ જાડેજા, રવિરાજસિંહ એ. જાડેજા, રવીન્દ્રસિંહ પરમાર, સુનીલભાઈ ડેર, શિવરાજસિંહ રાઠોડ, રવિરાજસિંહ જાડેજા, યોગેન્દ્રસિંહ સોઢા, વિક્રમસિંહ જાડેજા, ખોડુભા જાડેજા, રાજેન્દ્રસિંહ ડોડીયા અને ઋષિરાજસિંહ જાડેજાએ કરી હતી.