ત્રણ શખ્સને રૂ. 4.46 લાખના મુદામાલ સાથે ઝડપી પાડ્યા

જામનગર મોર્નિંગ - જામનગર


જામનગર શહેરમાં સેતાવડ પાસે થયેલ ઘરફોડ ચોરીનો ભેદ સીટી એ સર્વેલન્સ ટીમે ગણતરીના દિવસોમાં ઉકેલી ત્રણ શખ્સને રૂ. 4.46 લાખના મુદામાલ સાથે ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી હતી. 

મળતી વિગત મુજબ જામનગર શહેરમાં રમણ પાનની સામે સેતાવડ પાસે મણિયાર શેરીની બાજુમાં ત્રણ દિવસ પહેલા બ્રિજેશભાઈ ભુપેન્દ્રભાઈ ભાઠાના મકાનમાંથી બપોરના સમયે મકાનના દરવાજાનો નકુચો તોડી રૂમની અંદર પ્રવેશ કરી સોના ચાંદીના વિશેક તોલા કિંમત રૂ. 5,40,000 તથા રોકડ રકમ 35,000 મળી કુલ રૂ. 5,75,000ના મુદ્દામાલની ચોરી થયા હોવાની ફરિયાદ નોંધાઈ હતી.

ત્યારબાદ સીટી એ સર્વેલન્સ ટીમ તપાસ હાથ ધરતા અંગત બાતમી મળતા અજય રાજુભાઈ બેવાસી (રહે. ગોદડીયા વાસ), સુનીલ ઉર્ફે કાલી બુલી વિનુભાઈ ચારોલીયા (રહે. ગોદડીયા વાસ) અને ચોચા રમેશભાઈ કાંજીયા (રહે. ગોદડીયા વાસ) નામના ત્રણ શખ્સને ઝડપી લઈ 31,000 રોકડ તેમજ રૂ. 4,15,250ની કિંમતના સોના ચાંદીના દાગીના સહિત કુલ રૂ. 4,46,250નો મુદામાલ કબ્જે કરી આઈપીસી કલમ 380, 454, 457 મુજબ ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.


આ કાર્યવાહી પીઆઈ એમ.બી. ગજ્જર, પીએસઆઈ બી.એસ. વાળા તથા સ્ટાફના દેવાયતભાઈ કાંબરીયા, મહીપાલસિંહ જાડેજા, રવિરાજસિંહ એ જાડેજા, રવિન્દ્રસિંહ પરમાર, સુનીલભાઈ ડેર, શિવરાજસિંહ રાઠોડ, રવિરાજસિંહ જાડેજા, યોગેન્દ્રસિંહ સોઢા, વિક્રમસિંહ જાડેજા, ખોડુભા જાડેજા, રાજેન્દ્રસિંહ ડોડીયા, રૂષીરાજસિંહ જાડેજા, શૈલેષભાઈ ગઢવી અને મહેન્દ્રભાઈ પરમાર દ્વારા કરવામાં આવી હતી.