જામનગર મોર્નિંગ - જામનગર


જામનગર શહેરમાં આવેલ વિશાલ હોટલ પાછળ યુવાનના ઘરમાં સાફ સફાઈ કરતી વેળાએ પાણી સ્કૂટરમાં ઉડતા ત્રણ શખ્સોએ માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા સીટી સી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. 

મળતી વિગત મુજબ જામનગર શહેરમાં ધનંજય પાર્ક વિશાલ હોટલ પાસે રહેતા વ્યકેશભાઈ જયપ્રકાશભાઈ ઠાકર નામના યુવાનના ઘરમાં સાફ સફાઈ ચાલતી હોય અને તેનું પાણી વજુભા જાડેજા, હિતેન્દ્રસિંહ જાડેજા અને ભગુભા જાડેજા નામના શખ્સોના સ્કૂટરમાં પાણી ઉડતા ઉશ્કેરાઇ જતા વ્યકેશભાઈને લોખંડના સળિયા તેમજ ઢીકાપાટુનો માર મારી ગાળો આપી મારી નાખવાની ધમકી આપતા ફરિયાદીએ સીટી સીમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે આઈપીસી કલમ 324, 323, 504, 506(2),114 અને જીપી એક્ટ 135(1) મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.