જામનગર મોર્નિંગ - જામનગર
82 દ્વારકા વિધાનસભા કોંગ્રેસના ઉમેદવાર મુળુભાઈ કંડોરીયાએ પોતાના મત વિસ્તારમાં નવસર્જન યાત્રા દરમ્યાન જણાવ્યું હતું.
ગુજરાતમાં છેલ્લા 27 વર્ષથી શાસન સંભાળતા ભારતીય જનતા પાર્ટીના સત્તાધીશો દ્વારકાને અનેક સુવિધાઓથી વંચિત રાખ્યા છે. દરેક ચૂંટણીમાં વચનોની ભરમાર કરે છે અને અનેક કામોથી ગામડાનો માનવી વંચિત રહે છે.
કલ્યાણપુર તાલુકાના હનુમાનગઢ ગામ ખાતે નવસર્જન યાત્રા દરમ્યાન ગામના વડીલો અને યુવાનો એ મોટા સંખ્યામાં ઉપસ્થિત રહીને પ્રતિસાદ આપ્યો હતો અને નિર્ણય કર્યો હતો કે મુળુભાઈ કંડોરીયાને મત આપીશું.
કલ્યાણપુર તાલુકાના ટિટોડી ગામે સભા યોજી હતી ત્યારે બહોળી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું અને મુળુભાઈ તુમ આગે બડો હમ તુમારે સાથ હે ના નારા લાગ્યા હતા.
કલ્યાણપુર તાલુકાના ગઢકા ગામે બેઠકો યોજી અને વિશાળ જનમેદની સાથે સભા યોજી હતી.
0 Comments
Post a Comment