વિવિધ સમાજના આગેવાનો, કાર્યકર્તાઓ જોડાયા

જામનગર મોર્નિંગ - જામનગર 


 જામનગર જિલ્લાની ઉત્તર (78) બેઠકના ઉમેદવાર આમ આદમી પાર્ટીના લડાયક, પ્રજાના પ્રશ્નને વાચા આપનાર, નીડર, ગરીબોની સાથે હર હમેશાં ઉભા રહેતા કરશનભાઈ કરમુર આજે વોર્ડ નં. 3,6, 11 અને 16 માં જનસંપર્ક કર્યો તે દરમ્યાન પ્રજાના પ્રશ્નોને સાંભળ્યા તેમજ મહિલા કોલેજ, ગાંધીનગર, મયુરનગર અને મંગલધામ વિસ્તારના લોકોને દિલ્હીની શિક્ષણ ક્રાંતિનો પરિચય આપ્યો. અને શહેરના વિકાસ માટે સતત કાર્યરત રહીને કોઈ કયાશ નહીં છોડું તેવી ખાત્રી આપી અને આદર્શ વિસ્તાર બનાવવાનો સંકલ્પ કરશનભાઈ કરમુરે સંકલ્પ વ્યક્ત કર્યો હતો.

ચૂંટણીનો માહોલ જામ્યો છે ત્યારે કરશનભાઈ પ્રત્યે જનતાનો પ્રેમ વધતો જાય છે અને જન સંપર્ક દરમ્યાન બહોળી સંખ્યામાં કાર્યકરો કરશનભાઈ સાથે જોડાઈ રહ્યા છે.