માણસને સુધારવો દારૂબંધીનો આશય હતો, પણ સમાજને ભ્રષ્ટ અને બદમાશ બનાવી દેવો એ અંજામ છે.

જામનગર મોર્નિંગ - જામનગર 


ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવા છત્તાં પર જ્યારે જોઈએ ત્યારે દારૂ મળી રહે છે અને પકડાઈ રહે છે. આવા દ્રશ્યોથી અનેક પ્રશ્ન ઉભા થાય છે, સ્વાસ્થય માટે હાનિકારક હોવા છત્તાં આજનો યુવાવર્ગ સેવન કરતું રહે છે અને કેટલા પરિવાર બરબાદ થાય છે.

31 ડિસેમ્બર આવી નથી કે એક બોટલ, બે બોટલના કેસો વધી જશે જ્યારે વેંચવા વાળા ભાવો ડબલ કરી ધંધો કરશે. આવા નાટકો બધા તહેવારોમાં કરવામાં આવે છે. ગુજરાતમાં દારૂબંધીની વિરુધ્ધમાં બોલવું અને લખવું એ જોખમ છે, ગાંધીવાદીઓ અને ભ્રષ્ટ લોકો તમને દારૂડીયા ગણી લે  અને  સમર્થનમાં બોલો તો તમને ગાંધીવાદી ગણી લેવામાં આવે છે. દારૂબંધી સારી વસ્તુ છે પણ દારૂબંધીનો નશો ખરાબ વસ્તુ છે. માણસને સુધારાવો એ દારૂબંધીનો આશય હતો પણ સમાજને ભ્રષ્ટ અને બદમાશ બનાવી દેવો એ દારૂબંધીનો અંજામ છે. ગુજરાતના ગાંધીવાદી નેતાઓ, પોલીસ દારૂબંધીના નશામાં ચકચૂર થઈ ગયા છે.

ગેરકાયદેસર દારૂ વેચનારા હંમેશા દારૂબંધીને ટેકો આપે છે, અને વાત કરીએ જામનગરની તો ગલીએ ગલીએ દારૂ મળે છે, પબ્લિક ને કાળા કલરના ઝબલામાં સ્કૂટરમાં આગળ રાખી જનારા સામા મળે પણ પોલીસને નજરે નથી ચડતા, ઓશવાળ હોસ્પિટલ પાસે સવારથી સાંજ ઉભા રહીએ તો ગલી માંથી 10 થી 12 ગાડીઓ દિવસમાં નીકળતી હશે.


દારૂબંધીના નાટક કરી લેનારાઓ પોલીસ કેસમાં ફસાઈ છે અને 100 માંથી 80 જણા તો એવા હોય છે કે ખાલી લેવા વાળા પર જ કેસ થાય છે ક્યાંથી લીધો તે તો તપાસમાં બારે આવતું જ નથી. આ જોતાં તો એવું લાગે છે કે દારૂબંધીને કાયદાથી સફળ ના બનાવી શકાય આના માટે સમાજ સુધારણા થવી જોઈએ.

વાત કરીએ અત્યારની તો 31 ડિસેમ્બર આવી છે એટલે દારૂની રેલમછેલ છે જોય એટલો દારૂ મળી રહ્યો છે અને યુવાન વર્ગ નશામાં રાત આખી રખડશે અને સારા ઘરના યુવાનો લતના કારણે પોલીસની હડફેટે ચડશે, એ વાત સાચી છે કે નિયમ તોડનાર ને સજા મળવી જોઈએ તો સજા દેનાર ને પણ મળવી જોઈએ ખાલી લેવા વાળાને જ કેમ?